<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

વૈશ્વિક પરમાણુ બજારમાં ચીનનો મહાવિસ્ફોટક પર્દાફાશ: રણમાં તૈયાર કર્યું ન્યૂક્લિયર 'ચક્રવ્યૂહ', અમેરિકાની ઉડી ગઈ ઊંઘ:સેટેલાઈટ તસવીરોથી ડ્રેગનની પોલ ખુલી

ઝીનજિયાંગના રણમાં સેંકડો મિસાઈલ સાયલોસનું ગુપ્ત નેટવર્ક: અમેરિકાને ઘૂંટણિયે લાવવા ચીનની ભયાનક પરમાણુ સજ્જતા: ગ્લોબલ ડિફેન્સ સેક્ટરમાં ભારે સનસનાટી

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ચાલી રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે ચીનના એક અત્યંત ગુપ્ત અને ભયાનક ન્યૂક્લિયર પ્રોજેક્ટે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. અમેરિકાની ટોચની ગુપ્તચર એજન્સીઓ અને હાઈટેક ડિફેન્સ સેટેલાઈટ્સ દ્વારા લેવાયેલી તાજી તસવીરોમાં ખુલાસો થયો છે કે, ચીને પોતાના જિન્જિયાંગ (Xinjiang) પ્રાંતના અવાવરુ રણ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર મિસાઈલ લોન્ચિંગ પેડ્સ એટલે કે 'સાયલોસ' (Silos) નું એક આખું મોટું ચક્રવ્યૂહ ઊભું કરી દીધું છે. ચીનની આ આક્રમક પરમાણુ ક્ષમતાના વિસ્તરણને જોઈને પેન્ટાગોન (Pentagon) અને વ્હાઇટ હાઉસમાં કટોકટી જેવો માહોલ સર્જાયો છે અને અમેરિકી સંરક્ષણ વિશ્લેષકોના હોશ ઉડી ગયા છે.
સેટેલાઇટ તસવીરો અનુસાર, ચીનના ઉત્તર-પશ્ચિમી રણમાં આવેલા હામી ન્યૂક્લિયર સાઇલો ફિલ્ડ પાસે ખૂબ જ મોટા પાયે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જો કે ચીનની ન્યૂક્લિયર મિસાઇલો આજે પણ અમેરિકાના કોઈપણ શહેરને નિશાન બનાવવાની તાકાત રાખે છે, પરંતુ હવે ચીને પોતાની સૌથી લાંબા અંતરની મિસાઇલો વાળા સાઇલો પાસે 80થી વધુ નવા કોંક્રિટ લોન્ચ પેડ્સ અને બંકરોનું આખું નેટવર્ક બિછાવી દીધું છે.
આ કોંક્રિટ પેડ્સ એટલા વિશાળ છે કે, તેનો ઉપયોગ ચીનના મોબાઇલ મિસાઇલ લોન્ચર્સના કાફલા અને એર-ડિફેન્સ મિસાઇલ બેટરીઓ માટે સરળતાથી થઈ શકે છે. આ સાથે જ ત્યાં ઇલેક્ટ્રોનિક વોરફેર અને સેટેલાઇટ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા અત્યાધુનિક સૈન્ય ઠેકાણાઓ પણ સ્પષ્ટ જોઈ શકાય છે.
આ સમગ્ર રણ વિસ્તારના નેટવર્કમાં ત્રણ ઓક્ટાગોન (અષ્ટકોણ) આકારના મિલિટરી બેઝ મળી આવ્યા છે, જેમાંથી બે બેઝ છેલ્લા છ વર્ષમાં પૂર્વી શિનજિયાંગમાં તૈયાર કરાયા છે. આમાંના ઉત્તરી ઓક્ટાગોન બેઝને ખૂબ જ ચાલાકીથી 3-લેયરના ચક્રવ્યૂહ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે સુરક્ષા વિશ્લેષકોને પણ આશ્ચર્યમાં મુકી દીધા છે.
પહેલું લેયર (કોર): આ ચક્રવ્યૂહના બિલકુલ કેન્દ્રમાં એક મુખ્ય કમાન્ડ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે.
બીજું લેયર: કેન્દ્રની આસપાસ ઇમારતોનો એક મોટો ઘેરાવો બનાવવામાં આવ્યો છે, જે મિલિટરી સ્ટાફ અને સૈનિકોના રહેવા માટે છે.
ત્રીજું લેયર: સૌથી બહારના આ ત્રીજા લેયરનો ઉપયોગ ભારે મિલિટરી વાહનો અને ઘાતક ટ્રક-માઉન્ટેડ મિસાઇલ લોન્ચર્સને છુપાવવા તેમજ સ્ટોર કરવા માટે થઈ શકે છે.
આ આખા સૈન્ય બેઝની ચારેય તરફ બખ્તરબંધ બંકરો, સુરક્ષિત હથિયાર ડેપો, હવાઈ પટ્ટીઓ અને રેલવે લાઈનો છે, જે તેને સીધી હામીના પરમાણુ સાઇલો સાથે જોડે છે. તાજેતરમાં જ એપ્રિલ અને મે મહિનામાં આ બેઝની આસપાસ ચીની સેનાના મોટા વાહનો અને મિસાઇલ બેટરીઓ સાથે ભારે સૈન્ય કવાયત પણ જોવા મળી છે.

 

(5:47 PM IST)