તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
ચીનનો ટેકનોલોજી વોર્માં મોટો પલટવાર: એઆઈ-સેમીકંડક્ટર ચીપની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સઘન તૈયારી
વૈશ્વિક ટેક નિર્માતાઓ અને સપ્લાય ચેઈનમાં મોટો આંચકો: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ટેકનોલોજીકલ પ્રભુત્વના જંગમાં ચીને અત્યંત આકરો અને ચોંકાવનારો નિર્ણય લેવાની તૈયારીઓ આદરી છે, જેના ભાગરૂપે ચીન પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને અદ્યતન સેમીકંડક્ટર ચીપની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા જઈ રહ્યું છે; પશ્ચિમી દેશો દ્વારા મૂકવામાં આવેલા વિવિધ આર્થિક પ્રતિબંધોના વળતા પ્રહારરૂપે ચીન દ્વારા લેવાઈ રહેલા આ કડક પગલાને કારણે વિશ્વભરની ટેકનોલોજી કંપનીઓ, સ્માર્ટફોન અને વાહન ઉત્પાદકોની સપ્લાય ચેઈનને મોટો ફટકો પડવાની શક્યતા છે, એઆઈ ચિપ્સના વૈશ્વિક પુરવઠા પર ચીનનો દબદબો હોવાથી આ નિર્ણય અમલી બનતાં જ વિશ્વભરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉત્પાદન તેમજ નવીન ટેકનોલોજીના વિકાસમાં મોટી કટોકટી ઊભી થવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.
ચીનનું વાણિજ્યિક મંત્રાલય કથિતરૂપે ચીની એઆઈ અને સેમીકન્ડક્ટર કંપનીઓ સાથે સુરક્ષાની પદ્ધતિઓ પર ચર્ચા કરી રહ્યું છે. ચીન તેના ડેટાને દેશની બહાર ટ્રાન્સફર કરવા અને વિદેશી યુઝર્સ દ્વારા એઆઈ મોડેલના ડાઉનલોડિંગ પર પ્રતિબંધ મૂકવા પર પણ વિચાર કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ચીનનું માનવું છે કે તેનાથી અન્ય દેશો દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ અથવા નકલનું જોખમ ઘટી જશે.
ચીનની ક્વાલકોમ, ટીએસએમસી જેવી કંપનીઓને ચીની ડિઝાઈન પર આધારિત ચીપ્સ બનાવતા રોકવા માટે નવો નિયમ બનાવવામાં આવે તેવી શક્યતા છે. એકંદેર ડ્રેગન પોતાની ચીપ ડિઝાઈન પર નિયંત્રણ કરવા અને તેને પોતાના દેશની અંદર જ રાખવા માગે છે.
જોકે, હજુ સુધી એઆઈ નિષ્ણાતો સાથે સંકળાયેલા પ્રતિબંધ ફાઈનલ કરાયા નથી, પરંતુ તેને ચીનની નિકાસ પ્રતિબંધ અથવા સ્ટે હોય તેવી વસ્તુઓની સત્તાવાર યાદીમાં તેનો સમાવેશ કરાય તેવી સંભાવના છે. જોકે, મહત્વની બાબત એ છે કે અત્યાધુનિક સેમીકન્ડક્ટર ચીપ્સના ઉત્પાદનની બાબતમાં ચીન સૌથી મોટું ખેલાડી નથી. તાઈવાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા આ બાબતમાં ચીન કરતા આગળ છે. ચીન મુખ્યરૂપે ચીપ પેકેજિંગ અને કેટલીક ખાસ કેટેગરીની ચિપ્સનું ઉત્પાદન કરે છે. ગયા સપ્તાહે પશ્ચિમ એશિયાના ભૂ-રાજકીય તણાવ વચ્ચે ચીને હિલિયમ ગેસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
