<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ચીન રચશે ‘સુપર હ્યુમન’ સેના: માનવીના મગજમાં ચિપ ફીટ કરી લોખંડી સૈનિકો બનાવવાનું ડ્રેગનનું ખતરનાક ષડયંત્ર

હાર્વર્ડના પૂર્વ પ્રોફેસરની મદદથી ‘બ્રેઈન-ચિપ’ પ્રોજેક્ટ તેજ: મગજને કમ્પ્યુટર સાથે જોડીને સૈનિકોની ક્ષમતા અનેકગણી વધારવાની તૈયારી:ડર અને થાક વગરના ‘રોબોટિક સોલ્જર્સ’ યુદ્ધના મેદાનમાં ઉતરશે? નૈતિકતાના લીરેલીરા ઉડાડતા ચીની પ્રયોગોથી વિશ્વ આખું ફફડાટમાં:શું કુદરત સાથેના આ છેડા મોંઘા પડશે?

નવી દિલ્હી: વિશ્વ પર પ્રભુત્વ જમાવવાની ઘેલછામાં અંધ બનેલું ચીન હવે માનવ શરીર અને મગજ સાથે ગંભીર છેડા કરી રહ્યું હોવાના અહેવાલ છે. સૈન્ય શક્તિ વધારવા માટે ચીન હવે એવા 'સુપર સોલ્જર' તૈયાર કરી રહ્યું છે જેમના મગજમાં ખાસ પ્રકારની માઇક્રોચિપ લગાવવામાં આવશે. આ માટે હાર્વર્ડ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસરની સેવાઓ લેવામાં આવી રહી છે, જેઓ માનવીય મગજ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને જોડવાના આ પ્રોજેક્ટમાં દિવસ-રાત વ્યસ્ત છે.

૬૭ વર્ષના ચાર્લ્સ લિવર નેનો ટેકનોલોજી અને ન્યૂરો સાયન્સ ક્ષેત્રના ટોચના વિજ્ઞાાનીઓ પૈકીના એક માનવામાં આવે છે. ૨૦૧૧માં તેમને દશકના સર્વશ્રેષ્ઠ રસાયણશાસ્ત્રી નિર્વાચિન કરાયા હતા. હવે તેઓ ચીનના સરકારી ફંડથી ચાલતી આઈ બ્રેઇન (ઇન્સ્ટીટયુટ ફોર બ્રેઇન રીસર્ચ એડવાન્સ્ડ ઇન્ટરફેસ એન્ડ ન્યૂરોટેકનોલોજીઝ)ના સંસ્થાપક ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

લિબરનો ઇતિહાસ વિવાદાસ્પદ બની રહ્યો છે. ડીસેમ્બર ૨૦૨૧માં એક અમેરિકન જ્યુરીએ તેને ચીની સરકારના થાઉઝન્ડ ટેલન્ટસ પ્રોગ્રામમાંથી રકમ મેળવવા બદલ એફબીઆઈએ તેના પર ખોટું બોલવાના એન ટેક્સ ચોરીના આક્ષેપો કર્યા હતા.

તેને બે દિવસની જેલની સજા પણ કરવામાં આવી હતી, છ મહિના ઘરમાં નજર બંધ રખાયા હતા. ત્યારે તેમના વડીલોએ કહ્યું કે તેઓ લા-ઇલાજ તેવા કેન્સર (લિમ્ફોમા)થી પીડાઈ રહ્યા છે. પરંતુ જેમ તેમની ઉપર લગાડાયેલી સજા પૂરી થઇ કે તુર્ત જ તેવો ચીન ચાલ્યા ગયા.

ચીને લીબરને સંસાધનો આપવામાં કોઈ કમી રાખી નથી.હાવર્ડમાં લિબર જે ઉપકરણો વાપરતા હતા. તેવાં જ ઉપકરણો તેમને આપવામાં આવ્યાં. તેમની પાસે પોતાનું અલ્ટ્રાપાયોલેટ લિથોગ્રાફી મશીન પણ છે. જે અત્યાધુનીક ચિપ બનાવવામાં કામ આવે છે. તે ઉપરાંત તેમને ૨,૦૦૦ વાંદરા (પ્રાઈમેટસ)ની એક વિશાળ રીસર્ચ ફેસીલીટી પણ આપવામાં આવી છે. માણસનાં મગજ ઉપર તે ચીપ લગાડવાને બદલે પહેલાં તે વાનરોના મગજમાં ચીપ લગાડવામાં આવશે. જો કે આ ટેકનિકનો પ્રાથમિક હેતુ પેરેલિસિસ કે.એએલએસ નવી બિમારીઓ દૂર કરવા માટે છે પરંતુ તેની સેનાકીય સંભાવનાએ પેન્ટાગૉનની ચિંતા વધારી દીધી છે.

(6:12 PM IST)