તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 17th June 2026
દેશભરના તમામ રસોડા અને હોટેલો માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી અને કડક એડવાઇઝરી: રસોઈમાં વપરાતું આ એક ચપ્પુ ઘરમાં નોતરી રહ્યું છે જીવલેણ બીમારીઓનો ભયાનક રાક્ષસ: તાત્કાલિક બદલવા FSSAI નો સત્તાવાર આદેશ
એક જ ચપ્પુથી શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થો કાપવાની આદતથી શરીરમાં ઘૂસી રહ્યા છે ઝેરી બેક્ટેરિયા: ક્રોસ-કન્ટામિનેશનના કારણે ફૂડ પોઇઝનિંગનો પ્રચંડ ખતરો

નવી દિલ્હી: ભારતના પ્રત્યેક નાગરિકના સ્વાસ્થ્ય અને રસોડાની હાઈજીન સિસ્ટમ સાથે જોડાયેલા બિલકુલ પાકા અને ચોંકાવનારા સમાચાર કેન્દ્રીય ફૂડ સેફ્ટી ઓથોરિટી (FSSAI) ના મુખ્યાલયમાંથી બહાર આવ્યા છે. સરકારી લેબોરેટરીના પરીક્ષણોમાં ખુલાસો થયો છે કે ઘરમાં કે હોટેલોમાં લાંબા સમયથી વપરાતા કાટવાળા અથવા લાકડાના હેન્ડલવાળા ચપ્પુ બેક્ટેરિયાનું સૌથી મોટું ઘર બની જાય છે. ગૃહિણીઓ જ્યારે એક જ નાઇફ (Knife) વડે કાચું ચિકન, માછલી કે શાકભાજી કાપ્યા બાદ ધોયા વગર તેનાથી જ સીધું ફ્રૂટ્સ કે સલાડ કાપે છે, ત્યારે અદ્રશ્ય ઘાતકી બેક્ટેરિયા ખોરાકમાં ભળી જાય છે. આ દૂષિત ખોરાક ખાવાથી પેટના ગંભીર રોગો અને લીવર ઇન્ફેક્શનનો ગ્રાફ દેશમાં ચિંતાજનક રીતે વધી રહ્યો છે. FSSAI એ કડક લાલબત્તી ધરતા આદેશ આપ્યો છે કે રસોડામાં વેજ અને નોન-વેજ માટે અલગ-અલગ કલર-કોડેડ ચપ્પુ અને પ્લાસ્ટિક/સ્ટીલના ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરો, તેમજ હેન્ડલ ઢીલા થઈ ગયા હોય તેવા ભયજનક ચપ્પુઓને કચરાપેટી ભેગા કરી નવા કાયદેસરના સ્ટીલના ચપ્પુ વસાવો, નહિતર આખું પરિવાર બીમારીના સકંજામાં આવી જશે હોવાનું અકિલના હેલ્થ ડેસ્ક રિપોર્ટમાં બહાર આવ્યું છે!
FSSAIએ પોતાના નવા આદેશમાં જણાવ્યું છે કે ઘણા ફૂડ બિઝનેસ હજુ પણ ખરાબ ક્વોલિટીના ચપ્પુ અને કટિંગ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2011ના શેડ્યૂલ 4 હેઠળ ખોરાકના સંપર્કમાં આવતા તમામ વાસણો અને ઉપકરણો ફૂડ-ગ્રેડ અને નોન-ટોક્સિક મટીરિયલથી બનેલા હોવા જોઈએ. આ ઉપરાંત આ ઉપકરણોને સમય-સમય પર સાફ અને સેનિટાઇઝ કરવા જરૂરી છે. નવી ગાઇડલાઇન મુજબ, તમામ ખરાબ, ચિપ લાગેલા કે કાટવાળા બ્લેડ્સને તાત્કાલિક કિચનમાંથી હટાવીને રિપ્લેસ કરવા પડશે.
FSSAIએ તમામ રાજ્યોના ફૂડ સેફ્ટી કમિશનર્સ અને ઇન્સ્પેક્ટર્સને આદેશ આપ્યો છે કે તેઓ ફિલ્ડ પર કડક નજર રાખે. જો કોઈ પણ રેસ્ટોરન્ટ, કેફે કે ફૂડ મેન્યુફેક્ચરર ખરાબ અને અસુરક્ષિત ચપ્પુનો ઉપયોગ કરતો જોવા મળશે, તો તેની સામે કડક એક્શન લેવામાં આવશે.
મહત્વનું છે કે કિચન ટૂલ્સમાં કાટ લાગવો એ માત્ર એક દેખાવડી ખામી નથી પરંતુ તે હેલ્થ માટે મોટો ખતરો ઉભો કરે છે. રિસર્ચગેટ પર પબ્લિશ સ્ટડીનું કહેવું છે કે કાટવાળા અને ગંદા ચપ્પુના ઉપયોગથી ખોરાકમાં બેક્ટેરિયા અને માઇક્રોબાયોલોજિકલ પ્રદૂષણનું જોખમ કેટલાય ગણું વધી જાય છે. જ્યારે કોઈ ધાતુ પર કાટ લાગે છે ત્યારે તેની સપાટી ખરબચડી અને છિદ્રાળુ થઈ જાય છે જ્યાં સાલ્મોનેલા અને ઈ-કોલાઈ જેવા ખતરનાક બેક્ટેરિયા સરળતાથી વધવા લાગે છે. નોર્મલ વોશિંગથી આ બારીક છિદ્રોમાં છુપાયેલા બેક્ટેરિયા સાફ થતા નથી જે બાદમાં ફૂડ પોઇઝનિંગનું કારણ બને છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
