News of Tuesday, 29th September 2026
જે પાકિસ્તાનની ગુલામી કરીને બાંગ્લાદેશે ભારત સાથેના વર્ષો જૂના સંબંધોની હોળી સળગાવી હતી, તે જ પાકિસ્તાને ઢાકાની પીઠમાં છરો ભોંકીને દીધો છે સૌથી મોટો દગોઃ પરમાણુ ઈંધણ અને યુરેનિયમની સપ્લાય રાતોરાત ઠપ્પ કરી દેતા પાગલ બનેલી યુનુસ સરકારના ઉડી ગયા હોશ
ભારત વિરોધી ઝેર ઓકવામાં વ્યસ્ત બાંગ્લાદેશી વહીવટી તંત્રના ખરાબ દિવસો શરૂ: ઈસ્લામાબાદના આ પિશાચી વિશ્વાસઘાતથી આખી કૂટનીતિક દુનિયામાં મચી ગયો હાહાકાર અને પાકિસ્તાનના આ કાળા કારનામાથી કટ્ટરવાદીઓની છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય રાજકારણ અને કૂટનીતિના મંચ પરથી એક અત્યંત વિસ્ફોટક, સનસનાટીભર્યા અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે! ભારત સાથેના દાયકાઓ જૂના સંબંધોને તિરાડ પાડીને પાકિસ્તાનની ગોદમાં બેસી જનાર બાંગ્લાદેશી શાસકો સાથે એ જ પાકિસ્તાને મોટો ખેલ કરી દીધો છે! પાકિસ્તાન દ્વારા બાંગ્લાદેશને કરવામાં આવતી યુરેનિયમ અને ન્યુક્લિયર મટેરિયલની સપ્લાય અચાનક જ અટકાવી દેવામાં આવતા બાંગ્લાદેશની વચગાળાની સરકારના નાકમાંથી પાણી આવી ગયું છે અને અંદરખાને ભારે ભાયાનક ભૂકંપ સર્જાયો છે.
બાંગ્લાદેશમાં નિર્માણ પામી રહેલા રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Rooppur Nuclear Power Plant) માટે ન્યુક્લિયર ફ્યુઅલ (યુરેનિયમ) લઈને આવતું વિમાન નિર્ધારિત સમયે બાંગ્લાદેશ પહોંચી શક્યું નથી. એશિયાઈ ન્યૂઝ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, પાકિસ્તાન દ્વારા એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) વાપરવાની પરવાનગી ન મળવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. યુરેનિયમ લઈને આવતું આ કાર્ગો વિમાન 24 સપ્ટેમ્બર, 2026ના રોજ બાંગ્લાદેશ પહોંચવાનું હતું, પરંતુ અંતિમ ક્ષણે પાકિસ્તાનની મંજૂરી ન મળવાથી તે ખોરવાઈ ગયું.
બાંગ્લાદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત સચિવ શેખ મોહમ્મદ તૌહિદુલ ઇસ્લામના જણાવ્યા અનુસાર, ઢાકાના હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને અધિકારીઓ વિમાનની રાહ જોઈ રહ્યા હતા. જો કે, રશિયાની પરમાણુ ઊર્જા કંપની 'રોસાટોમ' (Rosatom)ના સંપર્ક અધિકારીએ એરસ્પેસ ક્લિયર ન હોવાની માહિતી આપી હતી. પાકિસ્તાને કયા કારણોસર એરસ્પેસ બ્લોક કર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ હવે આ કાર્ગોની ડિલિવરી માટે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાની નવી તારીખ પ્રસ્તાવિત કરવામાં આવી છે.
રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ બાંગ્લાદેશનો સૌથી પહેલો પરમાણુ પાવર પ્રોજેક્ટ છે, જે પબના જિલ્લાના રૂપપુર ગામમાં બનાવવામાં આવી રહ્યો છે. રશિયાની રોસાટોમ કંપનીની ટેક્નોલોજી અને બાંગ્લાદેશ એટોમિક એનર્જી કમિશનની દેખરેખ હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. આ પ્લાન્ટમાં થર્ડ જનરેશનના બે VVER-1200 રેક્ટર બનાવવામાં આવી રહ્યા છે, જેની કુલ ક્ષમતા 2,400 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની રહેશે. અગાઉ, આ પ્લાન્ટની યુનિટ-1 માટે લો એન્રિચ્ડ યુરેનિયમની પહેલી ખેપ કડક સુરક્ષા અને 'ગ્રીન કોરિડોર' બનાવીને સુરક્ષિત રીતે સાઇટ પર પહોંચાડવામાં આવી ચૂકી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
