<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

બ્રિટિશ ભવિષ્યવક્તાની ભવિષ્યવાણી અને રશિયાથી આવેલી રૂંવાડા ઊભા કરી દેતી વિસ્ફોટક ખબરથી આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા છેઃ બ્રિટિશ ભવિષ્યવક્તાએ દુનિયા પર વધુ એક ભયાનક મહામારી ત્રાટકવાની ભીષણ ચેતવણી આપી છે, ત્યાં જ બીજી તરફ રશિયામાં પ્લેગ ના જીવલેણ હુમલાથી એક વિજ્ઞાનીનું દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે ભયાનક ખળભળાટ મચી ગયો છે

દુનિયાને ફરીથી અંધકારમાં ધકેલી દેતી આ અતિ-ખતરનાક જીવલેણ બિમારી અને વૈજ્ઞાનિક ચેતવણીઓથી વિશ્વ સ્વાસ્થ્ય અને વૈશ્વિક સુપરપાવર્સના ઉડી ગયા હોશઃ લંડનથી લઈને મોસ્કો સુધી આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હીઃ આખી દુનિયાને હચમચાવી નાખતો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! એક તરફ જાણીતા બ્રિટિશ ભવિષ્યવક્તાએ આગામી સમયમાં કોરોના કરતા પણ વધુ ખતરનાક અને અદ્રશ્ય મહામારી સમગ્ર માનવજાતને ભરખી જશે તેવી ભયાનક આગાહી કરી છે, તો બીજી તરફ આ દાવાને સાચો સાબિત કરતી હોય તેવી ઘટના રશિયામાંથી સામે આવી છે. રશિયામાં પ્રાચીન અને અત્યંત ઘાતક ગણાતા 'પ્લેગ' (Plague) ના સંક્રમણની ચપેટમાં આવી જવાથી એક પ્રખ્યાત વિજ્ઞાનીનું કમનસીબ મોત નીપજ્યું છે, જેને પગલે લેબોરેટરીઓ અને વૈજ્ઞાનિક આલમમાં નાશભાગ મચી ગઈ છે.
યુકેના રહેવાસી ક્રેગ હેમિલ્ટન-પાર્કર અગાઉ કોરોના મહામારી અને મહારાણી એલિઝાબેથના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરવાનો દાવો કરી ચૂક્યા છે. ગત મહિને 24 સપ્ટેમ્બરે તેમણે એક વીડિયોમાં ચેતવણી આપી હતી કે દુનિયામાં ફેફસાં પર હુમલો કરનાર એક ખતરનાક બેક્ટેરિયલ મહામારી આવવાની છે, જેને કાબૂમાં લેવી ખૂબ મુશ્કેલ બનશે. હેમિલ્ટને દાવો કર્યો હતો કે તેમના ઘરે અચાનક આવેલા બે તિબ્બતી ભિક્ષુઓએ તેમને આ ગુપ્ત જાણકારી આપી હતી.
આ અજીબોગરીબ ભવિષ્યવાણીના ઠીક પછી સાઇબિરીયાની એન્ટિ-પ્લેગ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક ડરામણી ખબર સામે આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ત્યાં કામ કરતી વિજ્ઞાની ડાર્યા શિપિલોવા પ્લેગના સૌથી ઘાતક સ્વરૂપ 'ન્યુમોનિક પ્લેગ'નો શિકાર બની ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે લેબમાં કામ કરતી વખતે તેમની પાસેથી લાઈવ બેક્ટેરિયાવાળી ટેસ્ટ ટૂટી ગઈ હતી, જેના કારણે તે આ જીવલેણ સંક્રમણની ચપેટમાં આવી ગઈ અને 1 ઓક્ટોબરે તેમનું મૃત્યુ થયું.
આ ઘટના બાદ રશિયન વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. હેમિલ્ટને દાવો કર્યો છે કે પુતિન સરકાર આ મામલાને દબાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. અંદાજે 200 લોકોને ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને ડાર્યા સાથે કામ કરનાર 60થી વધુ સહયોગીઓને તે જ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇરકુત્સ્ક વિસ્તારની પાંચ મોટી હોસ્પિટલોને 'મહામારી મોડ' પર મૂકીને ત્રણ અઠવાડિયા માટે સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે.

 

(5:01 PM IST)