તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
યુક્રેનના આકાશમાં હવે બ્રિટિશ ડ્રોનનો દબદબો: પીએમ કીર સ્ટાર્મરે ૧.૨૦ લાખ આધુનિક ડ્રોન આપવાની ખાતરી આપી
રશિયાના ભીષણ હુમલાઓ વચ્ચે બ્રિટન યુક્રેનની મદદે આવ્યું:ચાલુ વર્ષે જ લાખોની સંખ્યામાં ડ્રોન પૂરા પાડીને યુક્રેનિયન સેનાની તાકાતમાં ધરખમ વધારો કરવામાં આવશે

નવી દિલ્હી: રશિયા સાથેના લાંબા યુદ્ધમાં ઝઝૂમી રહેલા યુક્રેનને બ્રિટન તરફથી મોટું સૈન્ય પ્રોત્સાહન મળ્યું છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે તેમનો દેશ ચાલુ વર્ષ દરમિયાન યુક્રેનને ૧.૨૦ લાખ જેટલા અત્યાધુનિક ડ્રોન સપ્લાય કરશે. આ ડ્રોન ટેકનોલોજીમાં દેખરેખ રાખનારા ડ્રોનથી લઈને આત્મઘાતી (કામિકાઝે) ડ્રોનનો પણ સમાવેશ થાય છે, જે રશિયન ટેન્કો અને સૈન્ય મથકોને સચોટ નિશાન બનાવી શકશે. સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે રશિયાની આક્રમકતા સામે બ્રિટન હંમેશા યુક્રેનની પડખે ઉભું રહેશે. આ મદદ બાદ યુદ્ધના મેદાનમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ એક નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે.
યુક્રેન રશિયાના હુમલાનો સામનો કરવા માટે વધુને વધુ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માંગે છે અને બનાવવા પણ માંગે છે. હાલમાં તો તેને ત્યાં ચાલતા યુદ્ધના કારણે તે તેનું ઉત્પાદન કરી ન શકતા તેણે યુરોપીયન દેશો પર નજર દોડાવી છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા લગભગ દરરોજ અમારા પર હુમલો કરે છે, અમારે તેના માટે એર ડિફેન્સ સિસ્ટમ જોઈએ છે. અમેરિકાની પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ અમને ઘણી ઉપયોગી નીવડી છે, અમારે હજી આ પ્રકારની ઘઘણી મિસાઇલ બનાવવાી છેે.
રશિયા સાથે ચાર વર્ષથી ચાલતા યુદ્ધના કારણે યુક્રેને પોતાની મિસાઇલ સિસ્ટમ તો બનાવી છે. આ મિસાઇલો રશિયામાંથી છોડવામાં આવતા મોટાભાગના ડ્રોન અને મિસાઇલને આંતરી લે છે. રશિયન મિસાઇલને આંતરતી મિસાઇલના લીધે યુક્રેનને ઘણી રાહત થઈ છે. ઝેલેન્સ્કીએ જર્મન વિદેશપ્રધાન બોરિસ પિસ્તોરિયસ, બ્રિટિશ ડિફેન્સ સેક્રેટરી જહોન હીલી અને નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથે વાતચીત કરી હતી.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
