News of Friday, 27th November 2026
બ્રિટનના ઈમિગ્રેશન, વિઝા નિયમો અને એનઆરઆઈ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: એક જ વર્ષમાં આશરે 85,000 ભારતીયોએ બ્રિટન છોડ્યું: વિદ્યાર્થીઓ અને વર્ક વિઝાધારકોમાં મોટો હિસ્સો અને ચીન 51,000 સાથે યાદીમાં બીજા ક્રમે આવતા ભારે હાહાકાર
બ્રિટનના ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના તાજા આંકડાથી હલચલ અને ખળભળાટ:કડક થતા વિઝા-ઇમિગ્રેશન નિયમો, કાયમી વસવાટ માટે લાંબી રાહ અને બદલાતી તકો વચ્ચે બ્રિટન છોડનારાઓમાં ભારતીયો મોખરે:તો બીજી તરફ નવા સ્ટડી અને વર્ક વિઝા પર આવનારા ભારતીયોનો આંકડો પણ મોટો હોવાથી ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:વિદેશમાં અભ્યાસ અને રોજગાર માટે બ્રિટન (UK) ને પ્રાથમિકતા આપતા ભારતીયો માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એક જ વર્ષમાં 85,000 ભારતીયોએ બ્રિટન છોડ્યું છે અને ચીન યાદીમાં બીજા ક્રમે રહ્યું હોવાના અહેવાલોથી ભારતથી લઈને બ્રિટન સુધી ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
આમ કુલ 85 હજાર ભારતીયોએ યુકે છોડયુ હતુ અને તેના પછી 51,000ની સંખ્યા સાથે ચાઇનીઝ બીજા ક્રમે આવે છે. ઇમિગ્રેટિંગ કરનારાઓમાં નોન-ઇયુ રાષ્ટ્રીયતામાં ભારતીયોનું પ્રમાણ સૌથી વધારે છે. આમ એજન્સીનું તારણ છે કે જુન 2026ના અંતે નેટ ઇમિગ્રેશન 77,000નું હતું. આ આંકડો યુકેમાં ઇમિગ્રેશનથી જતા અને આવનારા વચ્ચેનો ફરક બતાવે છે.
આ ટ્રેન્ડ નવેમ્બર 2025થી જોવા મળ્યો છે. તે મુખ્યત્વે નોન યુરોપીયન દેશો ભારત,ચીન, નાઇજીરિયા અને પાકિસ્તાનમાં વધારે છે. જો કે આજે પણ યુકેના ઇમિગ્રેશનમાં ભારતીયો 77,000 સ્ટુડન્ટ વિઝા સાથે સૌથી ટોપ પર છે અને બીજા 40,000 વર્ક વિઝા માટે આવે છે. ઓએનએસના માઇગ્રેશનને આવરી લેતા આંકડા મુજબ યુકે હોમ ઓફિસે ગેરકાયદે માઇગ્રેશન અને આશ્રયના દાવાને લગતા આંકડા જાહેર કર્યા હતા.
આ આંકડા દર્શાવે છે કે યુકેમાં 31 હજાર જેટલા લોકો ગેરકાયદે પ્રવેશતા પકડાયા હતા. તેઓ ઈંગ્લિશ ચેનલ બોટ પાર કરીને આવતા પકડાયા હતા અને ઈંગ્લિશ ચેનલ પાર કરીને આવેલા કુલ 86 ટકા લોકોની ધરપકડ થઈ ચૂકી છે. સરકાર માઇગ્રેશનને 77,000 સુધી લાવી તે અગાઉની સરકારની ટોચ કરતાં 92 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ વર્તમાન સરકારની સફળતા છે. આ કંઇ અચાનક અકસ્માતે બન્યું નથી, પણ સરકારે લીધેલા પગલાંના લીધે બન્યું છે. ચોખ્ખા માઇગ્રેશનમાં ઘટાડો કરવો તે બ્રિટિશ સરકારની ટોચની પ્રાથમિકતા છે. છેલ્લા આંકડા દર્શાવે છે કે ઇમિગ્રેશન 8.93 લાખથી ઘટીને 7.38 લાખ પર ઉતરી આવ્યુ છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
