<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

અમેરિકા-ઈરાન વચ્ચે કાળમુખું 'ઓઈલ યુદ્ધ' ચરમસીમાએ:મધ્ય પૂર્વમાં ભયાનક સનસનાટીભર્યો ધડાકોઃ ૫ ઈરાની ઓઈલ ટેન્કર રાક્ષસી હુમલામાં સંપૂર્ણ નષ્ટ: ખાર્ગ ટાપુ પર મહા-વિસ્ફોટ

વિશ્વભરમાં ઓઈલના ભડકે બળતા ભાવ વચ્ચે સુપરપાવર અમેરિકા અને ઈરાન વચ્ચે પિશાચી મહાયુદ્ધ:અમેરિકી સૈન્યના કાળમુખા મિસાઈલ હુમલામાં ઈરાનની મુખ્ય તેલ નિકાસ લાઈન ખાર્ગ આઈલેન્ડ પર સટાકથી બોમ્બમારોઃ સમુદ્રમાં તૈનાત ૫ ઈરાની મસમોટા ઓઈલ ટેન્કરો ભડભડ સળગીને રાખ થઈ ગયા:ક્રૂડ ઓઈલ સપ્લાય ખોરવાતાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારે હાહાકાર: ગ્લોબલ માર્કેટમાં તબાહી, ફફડાટ અને વિસ્ફોટક સન્નાટો

નવી દિલ્હી: સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને કૂટનીતિના હોશ ઉડાડી દેતો અત્યાર સુધીનો સૌથી અતિ-ભયાનક, સનસનાટીભર્યો અને કાળજું કંપાવી દેતો વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો કાળમુખો તણાવ આખરે ભયાનક 'ઓઈલ યુદ્ધ' (Oil War) માં ફેરવાઈ ગયો છે. અમેરિકી સૈન્યએ આક્રમક સપાટો બોલાવીને ઈરાનના સૌથી મહત્વપૂર્ણ અને કાળમુખા 'ખાર્ગ ટાપુ' (Kharg Island) પર મોટો બોમ્બમારો કરી દીધો છે અને સમુદ્રમાં તૈનાત ઈરાનના ૫ મસમોટા ઓઈલ ટેન્કરોને સટાકથી નષ્ટ કરી નાખ્યા છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, ઈરાને છેલ્લા બે દિવસમાં અમેરિકન નૌસેનાના જહાજ પર બે વાર બેલેસ્ટિક મિસાઇલો દાગી હતી. જોકે, આ હુમલામાં અમેરિકાનું જહાજ બચી ગયું હતું અને કોઈ સૈનિકને ઈજા થઈ નહોતી. ઈરાનના આ હુમલાના જવાબમાં અમેરિકન સેનાએ ઓમાનની ખાડી અને ખાર્ગ દ્વીપ નજીક રહેલા ઈરાનના 5 ઓઈલ ટેન્કરોને ટાર્ગેટ કરીને તેને સંપૂર્ણપણે નકામા બનાવી દીધા છે.
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જહાજો પર હુમલો કરતા પહેલાં જ તેમાં સવાર ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર નીકળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ હુમલામાં જે 5 ટેન્કરોને નિશાન બનાવાયા છે તેમાં M/T Kaviz, M/T Charminar, M/T Horizon 1, M/T Riesco અને M/T Derya નો સમાવેશ થાય છે. આ તમામ જહાજો ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના ઓઇલ નેટવર્ક સાથે જોડાયેલા હતા.
અમેરિકન સેનાના આરોપ મુજબ, આ ઓઈલ ટેન્કરો દ્વારા ઈરાન અબજો ડોલરની કમાણી કરતું હતું, જેનો ઉપયોગ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને તેના સહયોગી સંગઠનોને ફંડ આપવા માટે થતો હતો. આ આર્થિક મદદ રોકવા માટે અમેરિકાએ આ ઓઈલ નેટવર્ક પર સીધો પ્રહાર કર્યો છે. અગાઉ 5 સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ઈરાનના 3 ક્રૂડ ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યો હતો.

 

(5:43 PM IST)