તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
પૃથ્વી પર મહાસંકટનો કાળમુખો ધડાકોઃ ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પિશાચી સ્પીડે ગાયબ:૯૦ લાખ લોકોના માથે પ્રલયંકર પૂરનું રાક્ષસી જોખમ
ગ્લોબલ વોર્મિંગના કાળમુખા દાનવે સમગ્ર માનવજાત અને પૃથ્વી પર ફેરવ્યો પિશાચી કાળો નાગ: એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડના હિમખંડો સટાકથી પીગળીને દરિયામાં ખાબકતાં દરિયાઈ સપાટીમાં ભયાનક ઉછાળો: દરિયાકાંઠે વસતા ૯૦ લાખથી વધુ અબુધ નાગરિકોના જીવ અને ઘરો પર જળસમાધિનો કૂચડો બોલાઈ જવાની કાળજું કંપાવી દેતી દહેશત: પર્યાવરણશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના હોશ ઊડ્યા, જો સમયસર પગલાં નહીં લેવાય તો પૃથ્વીના નકશા પરથી અનેક દેશોનો બોલાઈ જશે કૂચડો

નવી દિલ્હી:સમગ્ર પૃથ્વી ગ્રહ અને માનવ સભ્યતાના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય પ્રદૂષણના પિશાચી આતંકના કારણે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાના બરફના પહાડોમાંથી રૂ. ૧૨ લાખ કરોડ ટન જેટલો મસમોટો બરફ સટાકથી ગાયબ થઈ ગયો છે, જેના કારણે વિશ્વભરના ૯૦ લાખથી વધુ લોકોના માથે કાળમુખા પૂર અને જળપ્રલયનું રાક્ષસી જોખમ તોળાઈ રહ્યું છે.
આ સંશોધનમાં સૌથી મોટી અને ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે 84 ટકા બરફનું નુકસાન સપાટી પરની ગરમ હવાના કારણે નહીં, પરંતુ નીચે અને કિનારાના ભાગોમાં ગરમ દરિયાઈ પાણીના કપાવાને કારણે થયું છે. ગ્લેશિયર અત્યંત ઝડપથી વહીને સમુદ્રમાં મળી રહ્યા છે, જેને ડાયનેમિક ઇમ્બેલેન્સ કહેવામાં આવે છે. માત્ર 16 ટકા નુકસાન જ સપાટીના પીગળવાથી થયું છે. ગ્રીનલેન્ડનું કદ નાનું હોવા છતાં તેમાંથી સૌથી વધુ અર્થાત્ 60 ટકા બરફ ઓગળ્યો છે. જ્યારે અન્ટાર્કટિકામાંથી 40 ટકા નુકસાન નોંધાયું છે.
વિજ્ઞાનીઓની ચેતવણી અનુસાર, સમુદ્ર સપાટીમાં થતો આ વધારો તટીય વિસ્તારો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. સમુદ્ર સપાટીમાં દરેક 1 સેન્ટિમીટરનો વધારો લાખો લોકોને વાર્ષિક ધોરણે પૂરના જોખમમાં ધકેલે છે. ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે આગામી સમયમાં પણ આ સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. તટીય શહેરો અને નીચાણવાળા વિસ્તારોનું રક્ષણ કરવા માટે વૈશ્વિક સ્તરે નક્કર પગલાં લેવા એ સમયની સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
