તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
પાકિસ્તાનમાં કાળમુખો પિશાચી આતંકઃ AK-47 સાથે ત્રાટકેલા નકાબપોશ રાક્ષસોએ બંદૂકની અણીએ મંત્રીનું કર્યું સટાકથી અપહરણ: ધ્રૂજાવી દેતા દ્રશ્યો કેમેરામાં કેદ
પડોશી દેશ પાકિસ્તાનની નાપાક સત્તા અને કાયદા-વ્યવસ્થાનો બોલાઈ ગયો પૂરેપૂરો કૂચડો:કાળો નાગ બનીને ધસી આવેલા હથિયારબંધ આતંકી પિશાચોએ દેશના મંત્રીને જ કાળમુખી બંદૂકની અણીએ દબોચી લેતાં સમગ્ર પાકિસ્તાનમાં સન્નાટો અને હોશ ઊડ્યા: મગજ ચકરાવે ચડાવી દે તેવી ઘટનાઃ હાથમાં તોતિંગ AK-47 રાઇફલો અને મોં પર કાળમુખા નકાબ પહેરીને આવેલા પિશાચોએ મંત્રીની ગાડી ઘેરીને આચર્યો રાક્ષસી ખેલ: મંત્રીની સુરક્ષા કવચનો સટાકથી કૂચડો બોલાવીને આતંકીઓ મંત્રીને અજ્ઞાત સ્થળે ઢસડી ગયા: સેકન્ડોમાં થયેલા આ પિશાચી કાંડનો વિસ્ફોટક ભંડાન ફોડ

નવી દિલ્હી :પડોશી દેશ પાકિસ્તાનમાંથી કાયદો, વ્યવસ્થા અને તંત્રના ધજાગરા ઉડાડતો, આખા વિશ્વના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો અતિશય વિસ્ફોટક અને પિશાચી આતંકી કિસ્સો સામે આવ્યો છે! પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાનો પૂરેપૂરો કૂચડો બોલાવીને મોં પર કાળમુખા નકાબ પહેરીને આવેલા ભયાનક આતંકીઓએ તોતિંગ AK-47 રાઇફલોની અણીએ દેશના મંત્રીનું જ સટાકથી અપહરણ કરી લીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોરોએ પહેલા તો મંત્રીની ગાડીને રોકવા માટે ટાયરોમાં ગોળીઓ મારી હતી અને પછી કાર અટકાવીને મંત્રી ફઝલ શકુર ખાનને બંદૂકની અણીએ પોતાની સાથે અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નકાબધારીઓ રસ્તો રોકતા નજરે પડે છે. જોકે, આ અપહરણ પાછળ કયા સંગઠન કે જૂથનો હાથ છે અને તેમની શું માંગ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
મંત્રી ફઝલ શકુર ખાનના અપહરણ ઉપરાંત પીટીઆઇ(PTI)ના નેતા અને પ્રાંતીય ધારાસભ્ય શકીલ અહેમદને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. મલાકંદમાં શકીલ અહેમદને અપહરણ કરવાનો પ્રયાસ થયાના અહેવાલ બાદ પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાઈ ગયો છે.
આ ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા પીટીઆઇ કાર્યકર્તાઓએ મલાકંદમાં બટ ખૈલા બાયપાસ પર ચક્કાજામ કર્યો હતો અને ટાયરો સળગાવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ખૈબર પખ્તૂનખ્વાંના માહિતી મંત્રી શફી જાને આ ઘટનાને બંધારણ, કાયદો અને જનતાના જનાદેશ પર સીધો હુમલો ગણાવ્યો છે. પીટીઆઇના વરિષ્ઠ નેતાઓએ જવાબદારીની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો આ પરિસ્થિતિ નહીં અટકે તો સમગ્ર પ્રાંતમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર કરવામાં આવશે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
