<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

બીજિંગમાં કાળમુખો ધડાકોઃ યુએસ પર હુમલામાં ઈરાનને મદદ કરનારો ગુપ્ત ચીની ઉપગ્રહ આકાશમાંથી સટાકથી તૂટી પડ્યો:ગ્લોબલ સ્પેસ ક્ષેત્રમાં સન્નાટો

અમેરિકા અને ઈરાન વચ્ચેના કાળમુખા જંગમાં ઈરાનનો કાળો નાગ બનીને મદદ કરતો શક્તિશાળી ચીની સેટેલાઈટ અંતરિક્ષમાં જ ભસ્મીભૂત: યુએસ લશ્કરી ઠેકાણાઓની પિશાચી ગુપ્ત માહિતી અને ઈન્ટેલિજન્સ ડેટા ઈરાનને પૂરો પાડવાનો કાળજું કંપાવી દેતો ભંડાન ફોડ: મિશન દરમિયાન જ ટેકનિકલ ધડાકો થતાં કરોડો ડોલરના ઉપગ્રહનો હવામાં જ સટાકથી બોલાઈ ગયો કૂચડો

નવી દિલ્હી:અમેરિકા, ચીન અને ઈરાન વચ્ચે તોળાઈ રહેલા મહાયુદ્ધના મંડાણ વચ્ચે સમગ્ર વિશ્વના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! યુએસ (અમેરિકા) પર હુમલો કરવા માટે ઈરાનને સટાકથી ગુપ્ત લશ્કરી ડેટા અને મદદ પૂરી પાડી રહેલો ચીનનો એક અત્યાધુનિક સેટેલાઈટ (ઉપગ્રહ) અંતરિક્ષમાંથી અચાનક પિશાચી સ્પીડે ધડાકાભેર જમીન દોસ્ત થઈને તૂટી પડ્યો છે.

અમેરિકન અધિકારી ચીનની સરકારનાી સીધી સામેલગીરી હોવાના આરોપ તો લગાવતા નથી, પરંતુ ચીનની કંપનીઓના સહયોગના સ્તરની વાત સ્વીકારે છે. આ ઘટના અમેરિકા-ચીન વચ્ચે તનાવ વધારતી ઘટના બની રહી છે. ંઆ પહેલા વોશિંગ્ટને પણ ચીનની કેટલીક સેટેલાઇટ ફર્મ પર પ્રતિબંધ લગાવ્યા હતા, કેમકે તે ઇરાનને લશ્કર દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવી તસ્વીરો પૂરી પાડતી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે હાઇ ક્વોલિટીની તસ્વીરો લક્ષ્ય પસંદ કરવામાં અને નુકસાનની સમીક્ષા કરવામાં મદદ કરે છે. ઇરાને હુમલાના કેટલાક દિવસો પછી બેઝને થયેલા નુકસાનની વિસ્તૃત તસ્વીરો જારી કરી હતી, જે વવ્યવસાયિક સ્ત્રોતો કરતાં વધુ સારી લાગતી હતી. આ બનાવના છ મહિના પછી ચીનનો યાઓગન-૫૦ (૦૨) મિલિટરી સેટેલાઇટ તૂટી ગયો, આ સેટેલાઇટ માર્ચ ૨૦૨૬માં લોન્ચ થયો હતો અને અસામાન્ય રેટ્રોગ્રેડ ઓર્બિટમાં કામ કરતો હતો. અમેરિકાની સ્પેસ ફોર્સે તેના તૂટવાથી થયેલા કાટમાળના લગભગ ૪૩ ટુકડા એકત્રિત કર્યા ચે, જે ૧,૧૦૦ કિ.મી.માં પથરાયેલા છે. આ સેટેલાઇટ તૂટવાનુ કારણ સ્પષ્ટ નથી. નિષ્ણાતો તેની પાછળ પ્રોપલ્ઝન સિસ્ટમ કે બેટરીમાં ખરાબી, કે કોઈ બીજા કાટમાળ સાથે ટકરાયા હોવાની સંભાવના દર્શાવી રહ્યા છે. ચીને આ ઘટના અંગે કશું જણાવ્યું નથી, પરંતુ તેની ટ્રેકિંગ સિસ્ટમ્સે કેટલાક ટુકડા નોંધ્યા છે.

(5:53 PM IST)