તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
AI પાછળ અબજોનો આંધણ, માઈક્રોસોફ્ટના ખિસ્સા ખાલી: ખર્ચ બચાવવા કંપનીએ પોતાના જ એન્જિનિયર્સ પાસેથી છીનવી લીધું મોંઘુંદાટ AI ટૂલ
દુનિયાને જ્ઞાન વહેંચતી કંપની ઘરમાં જ આર્થિક કટોકટીમાં ફસાઈ: સ્ટાફ માટે ચાલતું પ્રીમિયમ AI એક્સેસ બંધ કરાયું:AI કમ્પ્યુટિંગ પાછળ થતા અબજો રૂપિયાના ખર્ચથી કંપનીના હોશ ઊડ્યા

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુદ્ધમાં મોખરે રહેવા માટે અત્યાર સુધી પાણીની જેમ પૈસા વહાવનારી ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ કંપની હવે ખર્ચ કાપ (Cost Cutting) ના મોડ પર આવી ગઈ છે. કંપનીના આંતરિક અહેવાલો અને સનસનાટીપૂર્ણ લીક થયેલી વિગતો મુજબ, માઈક્રોસોફ્ટ વહીવટી તંત્રે તેના પોતાના હજારો સોફ્ટવેર એન્જિનિયર્સ અને ડેવલપર્સને અત્યાર સુધી જે હાઈ-એન્ડ અને અત્યંત મોંઘા AI ટૂલ્સ (જેમ કે GitHub Copilot ના પ્રીમિયમ વર્ઝન અથવા ચોક્કસ એડવાન્સ મોડલ્સ) નો મફત અને અમર્યાદિત વપરાશ આપ્યો હતો, તેના પર અચાનક પ્રતિબંધ મૂકી દીધો છે અથવા લિમિટ સેટ કરી દીધી છે.
વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે હાલમાં AI મોડેલ્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેની સાથે સંકળાયેલો ઓપરેશનલ ખર્ચ (કમ્પ્યુટિંગ કોસ્ટ) હવે અતિશય મોટો પડકાર બનીને સામે આવ્યો છે. તાજેતરમાં યુએસ સ્થિત અગ્રણી ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટે તેના કર્મચારીઓ અને ડેવલપર્સ વચ્ચે લોકપ્રિય એવા 'એન્થ્રોપિક ક્લાઉડ કોડ' (Anthropic's Claude Code)ની એક્સેસ પાછી ખેંચવાનું શરૂ કરી દીધું છે. કંપની હવે પોતાના એન્જિનિયરોને વૈકલ્પિક રીતે GitHub Copilot CLI તરફ રીડાયરેક્ટ કરી રહી છે, જેથી ક્લાઉડ કમ્પ્યુટિંગના સતત વધી રહેલા અઢળક ખર્ચને મર્યાદિત કરી શકાય.
શરૂઆતમાં માઇક્રોસોફ્ટે તેના ડેવલપર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ અને ડિઝાઇનર્સ સહિત હજારો કર્મચારીઓને 'ક્લાઉડ કોડ'નો એક્સેસ આપ્યો હતો, જેનો હેતુ કર્મચારીઓની પ્રોડક્ટિવિટી વધારવાનો હતો. જોકે, એના અત્યંત ઝડપી અને અવિરત ઉપયોગથી કમ્પ્યુટિંગ ખર્ચમાં એટલો મોટો ઉછાળો આવ્યો કે કંપનીએ આખરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો.
આંતરિક એક્સેસ ઘટાડવા છતાં એન્થ્રોપિક સાથે માઇક્રોસોફ્ટની વ્યાપક વ્યાપારી ભાગીદારી અકબંધ છે. કંપની તેનો મલ્ટિબિલિયન ડોલરનો ફાઉન્ડ્રી કરાર જાળવી રાખશે, જેમાં ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ અને Azure સેવાઓ દ્વારા વિવિધ ક્લાઉડ મોડેલ્સની એક્સેસ યથાવત રહેશે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
