તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
અબજોપતિ જેફ બેઝોસની કંપની 'બ્લૂ ઓરિજિન' દ્વારા ચંદ્રની ધરતી પર સૌથી મોટો, અતિ-ખતરનાક અને કાળજું કંપાવી દેતો અવકાશી કૌભાંડ-મિશન કાંડઃ મૂન પર વીજળીના ભડાકા કરવા માટે અધધ... ૨૦ મીટર ઊંચો વિશાળ સોલર પાવર ટાવર ઊભો કરવાની જાહેરાત થતા વૈશ્વિક અવકાશી રેસમાં અમેરિકા અને ચીનની છાતીના પાટિયા બેસી ગયા
પૃથ્વીની હદ વટાવીને હવે અવકાશ અને ચંદ્ર પર પણ સામ્રાજ્ય જમાવવાની આ પિશાચી મૂડીવાદી દોડ અને સ્પેસ ટેક્નોલોજીના આ ખતરનાક ખેલથી નાસા અને વૈશ્વિક વૈજ્ઞાનિકોના ઉડી ગયા હોશઃ અંતરિક્ષ અને બ્રહ્માંડના મેદાનમાંથી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:અવકાશી જગત અને સાયન્સની દુનિયામાંથી રૂંવાડા ઊભા કરી દેતો, કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! એમેઝોન (Amazon) ના માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાં ગણાતા જેફ બેઝોસની સ્પેસ કંપની 'બ્લૂ ઓરિજિન' એ હવે ચંદ્ર (Moon) પર કાયમી વસાહતો વસાવવા માટે સૂર્યપ્રકાશથી ધમધમતો ૨૦ મીટર (અંદાજે ૬૬ ફૂટ) ઊંચો વિશાળ સોલર પાવર ટાવર બનાવવાની સટાકઘોષણા કરી દીધી છે, જે ચંદ્રના અંધકારવાળા વિસ્તારોમાં પણ વીજળીનો કરંટ દોડાવશે.
ચંદ્ર પર સૂર્ય ઊર્જા મેળવવામાં સૌથી મોટો પડકાર સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા છે. ચંદ્રના મોટાભાગના વિસ્તારોમાં દિવસ અને રાતનો સમયગાળો પૃથ્વી કરતા ઘણો લાંબો હોય છે. પરંતુ, ધ્રુવીય વિસ્તારમાં કેટલાક ઊંચા સ્થળો લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મેળવી શકે છે. ચંદ્રના દક્ષિણ ધુ્રવ પાસે સૂર્ય આકાશમાં ખૂબ નીચો રહે છે.
ત્યાંના પર્વતીય વિસ્તારો, ક્રેટર અને તેની કિનારીઓને કારણે કેટલીક જગ્યાએ લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મળી શકે છે. જ્યારે, નજીકના નીચાણવાળા વિસ્તારો સતત છાયામાં રહી શકે છે.
પાવર ટાવરનો હેતુ સોલર એરેને ચંદ્રની સપાટીથી ઊંચે લઈ જઈને વધુ સમય સૂર્યપ્રકાશ મેળવવાનો છે. બ્લુ ઓરિજિનના જણાવ્યા અનુસાર, પાવર ટાવર એક વર્ટિકલી ડિપ્લોય્ડ સોલર એરે સિસ્ટમ છે. એટલે તેને ચંદ્ર પર પહોંચાડયા બાદ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. આ ટેકનોલોજી કંપનીના બ્લૂ મૂન એમકે૧ લેન્ડર સાથે જોડાયેલી છે. આ સિસ્ટમ ૧૦ કિલોવોટથી વધુ ઈલેક્ટ્રિકલ પાવર પૂરો પાડશે. આ વીજળીનો ઉપયોગ ભવિષ્યમાં રોવર, વૈજ્ઞાાનિક સાધનો અને અન્ય સપાટી પરની કામગીરી માટે થઈ શકે છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
