તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
એઆઈ મામલે બિલ ગેટ્સનો કાળમુખો ધડાકોઃ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ માનવજાત માટે પિશાચી એલિયન જેવું: સામનો કરવા આખી દુનિયા તૈયાર જ નથી
ટેકનોલોજીના મહાગુરુ બિલ ગેટ્સની કાળજું કંપાવી દેતી વિસ્ફોટક અને ભયાનક ચેતવણી: માનવ બુદ્ધિને સટાકથી પાછળ છોડી દેતું એઆઈ પિશાચી રાક્ષસની જેમ કાળો નાગ ફેરવવા સજ્જ: વિશ્વના તમામ દેશો અને તંત્રની તૈયારીઓ સામે બિલ ગેટ્સે બોલાવ્યો કૂચડો:કળિયુગના આ પિશાચી આવિષ્કારથી માનવજાતનું અસ્તિત્વ જ ખતરામાં

નવી દિલ્હી :સમગ્ર વિશ્વના માનવીઓ, ટેકનોલોજીના નિષ્ણાતો અને વિજ્ઞાનીઓના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! માઈક્રોસોફ્ટના સ્થાપક અને ટેકનોલોજી જગતના ભીષ્મ પિતામહ બિલ ગેટ્સે એઆઈ (Artificial Intelligence) ના વધતા જતા આતંક સામે કાળમુખી ચેતવણી આપતાં સ્પષ્ટ કહ્યું છે કે, "એઆઈ એક પિશાચી એલિયન જેવું છે, જેનો સામનો કરવા માટે આખી દુનિયા બિલકુલ તૈયાર નથી.
વૈજ્ઞાાનિકો અને ટેક્નોલોજી ઉદ્યોગ દુનિયામાં એઆઈથી ઊભા થનારા જોખમો અંગે ચેતવણી આપી રહ્યા છે. આવા સમયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મુદ્દે બિલ ગેટ્સે ચેતવણીના સૂરમાં જણાવ્યું કે, દુનિયાની કોઈપણ સરકાર અત્યારે એઆઈથી સમાજમાં આવનારા મોટા પરિવર્તનો સામનો કરવા માટે તૈયાર નથી. એઆઈથી નોકરીઓ પર અસર પડી શકે છે, સાયબર હુમલાનું જોખમ વધી શકે છે. લોકોને એઆઈ સાથે વાતચીત કરવાની લત લાગી શકે છે. એટલે કે લોકો એઆઈના એડિક્ટ બની શકે છે. ગેટ્સે એવી પણ ચેતવણી આપી કે કંપનીઓ વધુ શક્તિશાળી એઆઈ બનાવવા સ્પર્ધા કરી રહી છે ત્યારે સરકારોએ હવે માત્ર એઆઈનો ફાયદો જોવાના બદલ તેની અસરોનો સામનો કરવાની પણ તૈયારી કરવી પડશે. કોઈપણ દેશની સરકાર એઆઈથી ઊભા થનારા જોખમો સામે એટલી તૈયારી નથી કરી રહી જેટલી તેમણે કરવી જોઈએ. એઆઈનો જેટલી ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેની સામે સરકારની તૈયારીઓ ઘણી પાછળ છે. ગેટ્સે જણાવ્યું કે, એઆઈથી સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય જરૂરી ક્ષેત્રોમાં મોટા પરિવર્તન આવી શકે છે, પરંતુ માનવ માટે જરૂરી ક્ષેત્રોમાં તેના વિકાસની ગતિ સાથે સાયબર ગુના, નોકરીઓના સર્જન, યુદ્ધોમાં એઆઈના ઉપયોગ, ડિજિટલ સાથી કે જેમાં લોકોને એઆઈ સાથે વાત કરવાની લત લાગી જાય છે આ એવા ક્ષેત્રો છે જેની સામે સરકારોએ કામ કરવાની જરૂરી છે. બિલ ગેટ્સે દુનિયાને ચેતવણી આપવાની સાથે તેમના ફાઉન્ડેશન મારફત આગામી બે વર્ષમાં એઆઈમાં અંદાજે એક અબજ ડોલરનો ખર્ચ કરવાની યોજના બનાવી છે. બિલ ગેટ્સે કહ્યું, એઆઈનો ઉપયોગ ગરીબ દેશો અને એવા લોકો સુધી પણ પહોંચવો જોઈએ જેમની પાસે આજે સ્વાસ્થ્ય અને શિક્ષણની સારી સુવિધાઓ નથી. એઆઈમાં પ્રભુત્વ જમાવવા માટે અમેરિકા અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. અમેરિકા લાંબા સમયથી એઆઈમાં વર્ચસ્વ ધરાવતું હતું, પરંતુ ચીન ટેક્નોલોજીમાં ઝડપથી આગેકૂચ કરીને અમેરિકાથી આગળ વધી સુપરપાવર બનવાની તૈયારી કરી રહ્યું છે. આ અંગે બિલ ગેટ્સે કહ્યું કે, એઆઈમાં સ્પર્ધા માત્ર ચીન અને અમેરિકા વચ્ચે મર્યાદિત ના રહેવી જોઈએ.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
