News of Tuesday, 24th November 2026
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર
રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કરતા પરિસ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે, તો બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી વર્ષે ઇરાન પર નવા હુમલા કરવાની ધમકી આપીને સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે!
હુથીઓએ જણાવ્યું હતું કે સાઉદી અને તેના સમર્થક સૈન્ય દ્વારા કરાયેલા હુમલામાં ૧૧ લોકો માર્યા ગયા હતા, બાદમાં સાઉદી પર હુમલો કરવામાં આવ્યો હતો. પશ્ચિમ યમનમાં કરાયેલા આ હુમલામાં ૧૯થી વધુ લોકો ઘાયલ થયા હતા. હાલ સાઉદી અને હુથીઓ બન્ને દ્વારા સામસામે હુમલા કરવામાં આવી રહ્યા છે. જ્યારે ઇરાને પણ અમેરિકાને વળતો હુમલો કરવાની ધમકી આપી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૨૭માં વધુ આકરા હુમલા કરવાની ચેતવણી આપી છે.
ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘેઇએ કહ્યું હતું કે અમારા પર હુમલો કરવામાં આવ્યો તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઇરાનની બેલિસ્ટિક મિસાઇલો તૈયાર જ છે. યોગ્ય સમય પર તેનો ઉપયોગ કરવામાં આવશે અને દુશ્મનો સુધી તેને પહોંચાડવામાં આવશે. જ્યારે ઇઝરાયેલ દ્વારા ગાઝામાં જે હુમલા કરવામાં આવ્યા તેમાં અનેક ઇમારતોનો નાશ કરવામાં આવ્યો છે, આ હુમલાઓને કારણે ગાઝાના નાગરિકો ઘર વિહોણા તો થઇ જ ગયા છે સાથે સાથે હવે ગાઝામાં પર્યાવરણને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઠેર ઠેર મેટલ, મેડિકલ સામાન વગેરેને કારણે પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે. કેટલોક કાટમાળ સળગી રહ્યો છે, કેટલોક ખંડેર અવસ્થામાં પડયો છે. જ્યારે સોશિયલ મીડિયા પર તાજેતરના 'મિડ-ટર્મ-પોલ'નો ઉલ્લેખ કરતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગાહી ઉચ્ચારી હતી કે, ડેમોક્રેટસના વિજયથી સ્ટોક માર્કેટમાં કડાકો બોલશે, અને ઇરાન વધુને વધુ આક્રમક બનતું જશે.
ઇરાન હુમલા યથાવત રાખશે તો અમેરિકા દ્વારા તેના પર ફરી હુમલા કરવામાં આવશે. ઇરાન ચૂંટણી પહેલા કરતા હવે વધુ આક્રામક બન્યું છે અને આગામી વર્ષે અમે તેનો જવાબ આપીશું.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
