News of Friday, 27th November 2026
વૈશ્વિક ટેક જગત અને AI સુરક્ષા ક્ષેત્રમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: 2027માં કોવિડ કરતાં પણ મોટી તબાહી અને વિક્ષેપ સર્જાઈ શકે છે: 'ખાવાનું અને રોકડ રકમ એકઠી કરી લો' તેવી જાણીતા AI રિસર્ચર નિકોલા જુર્કોવિકની ચોંકાવનારી ચેતવણીથી ભારે હાહાકાર
AI સિસ્ટમ્સ પર નિયંત્રણ ગુમાવવાના જોખમ અને આર્થિક-સામાજિક ખળભળાટની આગાહીથી વિશ્વભરમાં ચર્ચા અને ચકચાર:ડિજિટલ સિસ્ટમ ખોરવાય તેવી સ્થિતિમાં બે અઠવાડિયાનું અનાજ-પાણી અને રોકડ રાખવાની સલાહ અપાતા લોકોમાં અચરજ અને અરેરાટી: નિષ્ણાતોમાં સમયરેખા અને જોખમના અંદાજ અંગે તીવ્ર મતભેદો

નવી દિલ્હી:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની હરણફાળ વચ્ચે હવે એક અત્યંત સનસનાટીભરી ચેતવણી સામે આવી છે, જેણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. 2027માં કોવિડ કરતાં પણ મોટી તબાહી મચાવશે AI અને 'ખાવાનું તથા રોકડ રકમ એકઠી કરી લો' તેવી જાણીતા AI રિસર્ચરની ચેતવણી બહાર આવતા ટેક જગતથી લઈને સામાન્ય નાગરિકો સુધી ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
AI સેફ્ટી રિસર્ચર નિકોલા જુર્કોવિકની વૈશ્વિક નિયમો બનાવવાની માંગ
● X પર લખ્યો લાંબો પત્ર: AI સેફ્ટી રિસર્ચર નિકોલા જુર્કોવિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક લાંબો ઓપન લેટર લખીને AIથી ઉદ્ભવનારા ગંભીર જોખમોની આશંકા વ્યક્ત કરી છે.
● નિયંત્રણ નબળું પડી રહ્યું છે: નિકોલાએ પત્રમાં જણાવ્યું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી AIના વધતા પ્રભાવને લઈને ચિંતિત છે. AI પર માનવીય નિયંત્રણ સતત નબળું પડી રહ્યું છે અને આ વર્ષે AI સાથે જોડાયેલી અનેક ગંભીર ઘટનાઓ બની છે, જેમાં ઘણી કંપનીઓની સિસ્ટમ હેક થઈ ચૂકી છે.
● સખત નિયમોની જરૂર: રિસર્ચરે ચેતવણી આપી છે કે AIના વિકાસને નિયંત્રિત કરવા માટે વૈશ્વિક સ્તરે સખત નિયમો બનાવવા અત્યંત જરૂરી છે; જો આવું નહીં કરવામાં આવે, તો આગામી થોડા વર્ષોમાં માનવજાત માટે ભારે જોખમ ઊભું થશે.
2027માં માનવ મગજ કરતાં વધુ કાબેલ બનશે AI, 2030 સુધીમાં 50% ખતરો'
● સુપરહ્યુમન AIનો ખતરો: પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2027માં AI માનવ મગજ કરતાં પણ વધુ સક્ષમ બની જશે. જો AI માનવીઓ કરતાં ઘણું આગળ નીકળી જશે, તો તે સમગ્ર માનવ સભ્યતા માટે અસ્તિત્વનું સંકટ ઊભું કરી શકે છે.
● 2030 સુધીનું જોખમ: રિસર્ચરે ચેતવણી આપી છે કે જો AIના વિકાસની ગતિ ધીમી પાડવામાં નહીં આવે, તો વર્ષ 2030ના અંત સુધીમાં માનવીઓનો અંત આવવાનું અથવા AIના હાથે પોતાની સત્તા ગુમાવવાનું જોખમ 50% સુધી હોઈ શકે છે. (જોકે, આ રિસર્ચરનું પોતાનું અનુમાન છે અને તેના સમર્થનમાં પત્રમાં કોઈ નક્કર ફેક્ટ્સ સામેલ કરવામાં આવ્યા નથી).
● તહેવારોની ઉજવણી પર અસર: લેટર મુજબ, 2027ના અંત સુધીમાં લોકો પોતાના તહેવારો અને રજાઓ સામાન્ય રીતે ઉજવી શકશે નહીં, અને આવી પરિસ્થિતિ સર્જાવાની 5%થી 20% જેટલી આશંકા છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
