<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

વૈશ્વિક ટેક જગત અને ડિજિટલ નિયમોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ઓસ્ટ્રેલિયામાં ઓનલાઇન સેફ્ટીનો ભંગ કરનાર ટેક કંપનીઓએ હવે અબજો રૂપિયાનો જંગી દંડ ભરવો પડશે: નવા કાયદા હેઠળ વૈશ્વિક આવકના 5% સુધીની સજાની જોગવાઈથી ભારે હાહાકાર

ઓસ્ટ્રેલિયન સંસદે 'ડિજિટલ ડ્યુટી ઓફ કેર' કાયદો પસાર કરતા સોશિયલ મીડિયા, એપ્સ, ગેમ્સ અને AI ચેટબોટ્સ ચલાવતી કંપનીઓમાં ખળભળાટ: નુકસાન થયા બાદ નહીં પરંતુ અગાઉથી જ જોખમ ઘટાડવાની કડક જવાબદારી:અમેરિકા અને વિપક્ષ દ્વારા સેન્સરશિપના આક્ષેપો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:વૈશ્વિક ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મ્સને હચમચાવી નાખનારો એક અત્યંત સનસનાટીભર્યો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ઓનલાઇન સેફ્ટીનો ભંગ કરનાર ટેક કંપનીઓએ જંગી દંડ ભરવો પડશે તેવા કડક કાયદાને ઓસ્ટ્રેલિયાની સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવતા સમગ્ર ટેક વર્તુળોમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ કાયદો ૯૭ વિ. ૪૩ મતથી પસાર થયો હતો. વડાપ્રધાન એન્થની આલ્બાનીઝે પત્રકારોને જણાવ્યું હતું કે આ કાયદો આપણા સમાજ અને બાળકોને ઓનલાઇનના લતથી થતી નુકસાન સામે સંરક્ષણ પ્રદાન કરે છે. આના પગલે હવે ટેક પ્લેટફોર્મ્સની જવાબદારી થઈ પડે છે તે તે સલામત ઓનલાઇન વાતાવરણ પૂરુ પાડે. આ આપણા લોકોને અને બાળકોનો વિજય છે. બાળક નાનું હોવાથી તેને ડિજિટલ વર્લ્ડના જોખમની ખબર હોતી નથી, એમ આલ્બાનીઝે જણાવ્યું હતું. પરંતુ હવે ડિજિટલ વર્લ્ડ પરિપક્વ થયુ છે અને તેને સરળતાથી હાથવગુ છે અને તેમા સુધારો કરી શકાય છે.
વિપક્ષના નેતા એન્ગસ ટેલરેસંસદમાં જણાવ્યું હતું કે તેમનો પક્ષ કન્ઝર્વેટિવ લિબરલ પાર્ટી ૨૦૨૮માં સત્તા પર આવ્યો તો આ કાયદો દૂર કરશે. તેમણે આ કાયદાના સરમુખત્યારશાહીનું પ્રતીક ગણાવ્યો હતો. ટેલરે જણાવ્યું હતું કે આ બિલ બીજું કશું જ નહીં પમ અલગ જ સ્વરૂપમાં લાદવામાં આવેલી પોલિટિકલ સેન્સરશિપ છે.
સરકારે માઇનર ગ્રીન પાર્ટી સાથે મંગળવારે સમજૂતી સાધી લેતા તે સેનેટમાં બહુમત ન હોવા છતાં પણ કાયદો પસાર કરાવી શક્યું હતું. આજે બિગ ટેક કંપનીઓના નફાની સામે ઓસ્ટ્રેલિયન અને તેમના બાળકોની ઓનલાઇન સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે,મોટી ટેક કંપનીઓને અમારો સંદેશો સ્પષ્ટ છે, તમારા પ્લેટફોર્મ્સને અમારા માટે સલામત કરો, નહીં તો આપણે કોર્ટમાં મળીશું

(4:49 PM IST)