<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ફાસ્ટ ફૂડ જગતને હચમચાવી દેતો અને ગ્રાહકોના ખિસ્સા ખાલી કરતો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો પિશાચી ટેક્નોલોજીકલ ભડાકોઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે મેકડોનાલ્ડ્સના બર્ગરના ભાવ નક્કી કરશે અને દેશના દરેક આઉટલેટ માટે એકદમ અલગ અલગ રેટ વસૂલીને જનતાની છાતીના પાટિયા બેસાડી દીધા

મનસ્વી રીતે કિંમતો વધારવાના આ રાક્ષસી એઆઈ અલ્ગોરિધમથી ગ્રાહકોના ઉડી ગયા હોશઃ મોંઘવારીના આ નવા અને ઘાતક ખેલથી સમગ્ર બજારમાં સટાકથી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:વૈશ્વિક ફૂડ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને મૂળમાંથી હચમચાવી દેતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! દુનિયાભરમાં કરોડો લોકોના દિલ પર રાજ કરતી ખ્યાતનામ ફાસ્ટ ફૂડ ચેઈન 'મેકડોનાલ્ડ્સ' (McDonald's) દ્વારા હવે મેનૂ કાર્ડના ભાવ નક્કી કરવા માટે કોઈ માનવીય નિર્ણય નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો રાક્ષસી સહારો લેવામાં આવી રહ્યો છે, જેના કારણે હવે દુકાન દીઠ અને આઉટલેટ દીઠ બર્ગરના ભાવ અલગ-અલગ અને મનસ્વી રીતે વસૂલવામાં આવશે.
રિપોર્ટ મુજબ, કંપનીની પ્રાઈઝિંગ સિસ્ટમ દરેક રેસ્ટોરાં માટે અલગ ઓપ્ટીમલ પ્રાઈઝ સૂચવે છે. તેમાં જે તે વિસ્તારના કસ્ટમર્સ કેટલો ભાવ ચૂકવવા તૈયાર હોઈ શકે છે અને નજીકની રેસ્ટોરાંમાં શું ભાવે બર્ગર અને અન્ય ફૂડ આઈટ્સમ વેચાય છે જેવા પરિબળોનો ઉપયોગ થાય છે. કંપનીનું મશની લર્નિંગ પોતાની ૧૪,૦૦૦ આઉટલેટ્સના ડેટાનું વિશ્લેષણ કરે છે. આ સાથે જ નજીકના વેન્ડીઝ અને બર્ગર કિંગની પ્રાઈઝિંગને પણ મહત્ત્વ આપવામાં આવે છે. મેકડોનાલ્ડ્સની મોબાઈલ એપ પર કેલિફોર્નિયાના ફ્રેસ્નોની રેસ્ટોરાંમાં બિગ મેકનો ભાવ ૫.૬૯ ડોલર હતો. જ્યારે, બે માઈલ દૂર બીજા આઉટલેટમાં ભાવ ૬.૮૯ ડોલર જોવા મળ્યો હતો. બંને વચ્ચે ૨૧ ટકા ફરક હતો. આ તફાવત કંપનીના પ્રાઈઝિંગ એન્જનને કારણે જ થયો હતો. કંપનીએ તાજેતરમાં રોકાણકારોને જણાવ્યું હતું કે, તેઓ પ્રાઈઝિંગ માટે જેન એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે.

 

(5:24 PM IST)