<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

અમેરિકાની જેલની ચાર દીવાલોમાંથી મોત સાથે ખેલવાનો સૌથી મોટો, રોમાંચક અને રૂંવાડા ઊભા કરી દેતો અમાનવીય કાંડઃ સજા પામેલી મહિલા ગુનેગારને ફાંસીના ફંદાને બદલે મોતનું ઝેરી ઇન્જેક્શન બે-બે વાર આપવા છતાં તે ચમત્કારિક રીતે બચી જતાં અમેરિકન ન્યાયતંત્ર અને જેલ સત્તાધીશોની છાતીના પાટિયા બેસી ગયા

મોતની સજા આપતી એક્ઝિક્યુશન ચેમ્બરમાં જીવતા જાગતા યમરાજને પણ પરસેવો વળાવતી આ અજીબોગરીબ ઘટનાથી વૈશ્વિક કાયદાશાસ્ત્રીઓ અને ડોક્ટરોના ઉડી ગયા હોશઃ અમેરિકાની ધરતી પર મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:અમેરિકાની ન્યાયિક અને જેલ વ્યવસ્થામાંથી માનવજાતને હચમચાવી દેતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! અમેરિકાના એક રાજ્યમાં ગંભીર ગુના માટે મોતની સજા પામેલી એક કુખ્યાત મહિલા ગુનેગારને ખતમ કરવા માટે જ્યારે ડોક્ટરોએ તેને મોતનું ઝેરી ઇન્જેક્શન આપવાની ઘાતક પ્રક્રિયા શરૂ કરી, ત્યારે એક કે બે નહીં પરંતુ પૂરી બે વખત ઝેરી દવા નસોમાં દાખલ કરવા છતાં તે મહિલા મરી નહીં અને જીવિત રહી, જેના કારણે જેલના અધિકારીઓના નાકમાંથી પાણી આવી ગયું છે.

ક્રિસ્ટા પાઈક નામની કોલેજ સ્ટૂડન્ટે ૧૯૯૫માં બોયફ્રેન્ડ સાથે મળીને તેની ક્લાસમેટની હત્યા કરી હતી. ક્લાસમેટનો વાંક એટલો હતો કે તે ક્રિસ્ટાના બોયફ્રેન્ડની ખૂબ ક્લોઝ થઈ રહી હતી. આખરે ક્રિસ્ટા અને તેના બોયફ્રેન્ડે મળીને કોલિન સ્લેમર નામની ક્લાસમેટને અવાવરુ જગ્યાએ મળવા બોલાવીને રહેંસી નાખી હતી. એટલું જ નહીં, ક્રિસ્ટાએ કટરથી તેને કાપી નાખી હતી. આ ઘટના પછી ક્રિસ્ટા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ થઈ હતી. ક્રિસ્ટાને ટેનેસીની કોર્ટે ૧૯૯૬માં મૃત્યુદંડની સજા ફટકારી હતી. તેના બોયફ્રેન્ડને આજીવન કારાવાસ મળ્યો હતો. એ પછી ક્રિસ્ટાએ ટેનેસીની ઉચ્ચ કોર્ટથી માંડીને અમેરિકાના સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી હતી. બધી જ કોર્ટમાં વર્ષો સુધી કેસ ચાલ્યો, પરંતુ ક્રિસ્ટાની સજા ઘટી ન હતી. લાંબી કાયદાકીય લડાઈને અંતે ૨૦૨૫માં ટેનેસીની સરકારે કોર્ટમાં ક્રિસ્ટાની મોતની સજાનો અમલ કરવા માટે તારીખ મેળવી હતી. કોર્ટે ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૬ની તારીખ નક્કી કરી હતી. ટેનેસીના ૨૦૦ વર્ષના ગુનાખોરીના ઈતિહાસમાં ક્રિસ્ટા મૃત્યુદંડ મેળવનારી પહેલી મહિલા બનવાની હતી. નક્કી કરેલા દિવસોમાં ક્રિસ્ટાને પેંટોબાર્બિટલનું ઝેરી ઈન્જેક્શન અપાયું હતું. જે દિવસે ઈન્જેક્શન આપવામાં આવ્યું તે દિવસે તબીબોને તેની નસ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. ક્રિસ્ટાના શરીરમાં પહેલેથી જ નસ મેળવવામાં આવી મુશ્કેલી આવતી હતી. નસ શોધી લીધા બાદ ક્રિસ્ટાને પહેલું ઈન્જેક્શન આપ્યું હતું, પરંતુ મિનિટો પછી પણ તેને અસર ન થઈ. સામાન્ય રીતે આ ઝેરી પ્રવાહી શરીરમાં જાય કે ૧૦-૧૫ મિનિટમાં શરીર ચાલતું બંધ થઈ જાય, પરંતુ ક્રિસ્ટા જીવતી રહી.

(4:22 PM IST)