<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

એવિએશન જગતને હચમચાવી દેતો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો વિસ્ફોટક હવામાનિક ભડાકોઃ ૨૭ વર્ષ સુધી મ્યુઝિયમની શોભા વધાર્યા બાદ અમેરિકી અંતરક્ષ એજન્સી નાસા (NASA) દ્વારા દુનિયાના સૌથી ઝડપી જાસૂસી વિમાન 'SR-71 બ્લેકબર્ડ' ને ફરીથી આકાશમાં ઉડાડવાનો અત્યંત ખતરનાક અને સનસનાટીભર્યો ખેલ શરૂ થતાં વૈશ્વિક એજન્સીઓના ઉડી ગયા હોશ

ડાકોરથી લઈને વોશિંગ્ટન સુધીના ટેકનોલોજી કોરિડોરમાં મચેલા આ કાળમુખા ધડાકાથી વૈશ્વિક સુરક્ષા પ્રણાલીની છાતીના પાટિયા બેસી ગયાઃ અશક્ય લાગતી આ મિશનરી વાપસીથી આખી દુનિયામાં સટાકથી મચી ગયો ભયાનક હાહાકાર

નવી દિલ્હી:વૈશ્વિક એવિએશન અને ડિફેન્સ ઇતિહાસને મૂળમાંથી હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો અમેરિકાના પાવર કોરિડોરમાંથી સામે આવ્યો છે! આખી દુનિયામાં 'બ્લેકબર્ડ' (Blackbird) તરીકે ઓળખાતા અને અવાજની ઝડપ કરતાં પણ ત્રણ ગણી વધુ ઝડપે (Mach 3.2+) આકાશ ચીરીને નીકળી જતાં દુનિયાના સૌથી ખતરનાક સુપરસોનિક જાસૂસી વિમાન SR-71A ને પૂરા ૨૭ વર્ષના લાંબા સન્નાટા બાદ ફરીથી એક્ટિવ કરીને આકાશમાં દોડાવવાની અત્યંત ગુપ્ત અને ઘાતક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વિમાનમાં ભેજ અને રેતી પ્રવેશી ગયા હોવાની પણ શક્યતા છે, જ્યારે તેના એન્જિનની પણ દાયકાઓથી યોગ્ય રીતે જાળવણી ન થઈ હોવાની સંભાવના છે. ઉપરાંત એસઆર-૭૧ માટે જરૂરી વિશિષ્ટ સાધનો, એન્જિનના ભાગો, જેપી-૭ ઈંધણ, ટ્રાઈએથિલબોરેન, ખાસ તેલ અને હાઈડ્રોલિક પ્રવાહી પણ જરૂર પડશે. આ પ્રયાસ નાસાના નવા પ્રાયોગિક એક્સ વિમાનોના આયોજન સાથે પણ સંકળાયેલો છે. નાસા પ્રશાસક જેરેડ આઈઝેકમને ભૂતકાળ કરતા વધુ ઊંચે અને વધુ ઝડપે ઉડવાની યોજનાઓ વિશે સંકેત આપ્યા છે. જો એસઆર-૭૧ ફરી ઉડાડવાનું શક્ય બને, તો મ્યુઝિયમમાં રહેલા અન્ય બ્લેકબર્ડમાંથી એન્જિન અને સ્પેર પાર્ટ્સ મેળવવામાં મદદ મળી શકે. ૨૦૦૭માં આશરે ૬૦ કરોડ ડોલરના સ્પેર પાર્ટ્સ નષ્ટ કરાયા હોવાથી ભાગોની ઉપલબ્ધિ મોટો પડકાર છે.

 

(4:42 PM IST)