તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
ટેક અને શેરબજારની દુનિયામાં સૌથી મોટો ભૂકંપ: AI દિગ્ગજ એન્થ્રોપિકનો ૬૪.૪ અબજ ડોલરનો મહાકાય મેગા આઈપીઓ લોન્ચ થતાં વૈશ્વિક બજારોમાં ભારે ખળભળાટ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના ઇતિહાસના સૌથી મોટા પબ્લિક ઈશ્યૂની ધમાકેદાર એન્ટ્રીથી સિલિકોન વેલીથી લઈને વોલ સ્ટ્રીટના રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને વૈશ્વિક શેરબજારના ઇતિહાસમાં એક અત્યંત સનસનાટીભરી અને અભૂતપૂર્વ ઘટના આકાર પામી છે. વિશ્વની અગ્રણી AI કંપની અને 'ક્લાઉડ' (Claude) ચેટબોટની નિર્માતા એન્થ્રોપિક (Anthropic) દ્વારા ૬૪.૪ અબજ ડોલર ($64.4 Billion) નો મહાકાય મેગા આઈપીઓ (IPO) લોન્ચ કરી દેવામાં આવતાં સમગ્ર ટેક જગત અને નાણાકીય બજારોમાં ભારે હલચલ મચી ગઈ છે. આ ઐતિહાસિક પગલાએ વૈશ્વિક રોકાણકારોમાં ભારે ઉત્તેજના અને ચર્ચાનો વંટોળ જગાવ્યો છે.
ક્લોડ એઆઈ ચેટબોટ બનાવતી અમેરિકન કંપની એન્થ્રોપિકે આઈપીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીએ આઈપીઓ માટે પ્રતિ શેર ૭૦ ડોલર થી ૭૮ ડોલરની પ્રારંભિક કિંમત નક્કી કરી છે. આ આઈપીઓ દ્વારા કંપની આશરે ૬૪.૪ અબજ ડોલર એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેથી કંપનીનું મૂલ્યાંકન આશરે ૧.૪૧ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. આ આઈપીઓ વૈશ્વિક શેરબજારના સૌથી મોટા આઈપીઓ પૈકીનો એક બની શકે છે. કંપની કુલ ૮૨.૫ કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે. તેમાંથી આશરે ૮૦.૧૩ કરોડ નવા શેર કંપની દ્વારા જારી કરવામાં આવશે. જ્યારે, બાકીના ૨.૩૬ કરોડ શેર હાલના શેરધારકો વેચશે. જો શેરની કિંમત ૭૮ ડોલરના ઉપરના સ્તરે નક્કી થાય તો કંપનીને આઈપીઓ દ્વારા આશરે ૬૪.૪ અબજ ડોલર મળી શકે છે. કંપનીએ 'છશ્' નામથી લિસ્ટિંગ માટે અરજી કરી છે. ૧૯ નવેમ્બર, ૨૦૨૬થી શેરનું ટ્રેડિંગ શરૂ થવાની સંભાવના છે.
એન્થ્રોપિકના આઈપીઓની ખાસ વાત એ છે કે માત્ર સામાન્ય રોકાણકારો જ નહીં, પરંતુ ટેકનોલોજી સેક્ટરની મોટી કંપનીઓ પણ તેમાં રોકાણ કરી રહી છે. કંપનીએ આઈપીઓ ઉપરાંત ખાનગી રોકાણ દ્વારા વધુ ૨૬ અબજ ડોલર એકત્ર કરવાની વ્યવસ્થા કરી છે. આ રોકાણમાં ગૂગલ, એનવીડિયા, એએમડી, માઈક્રોસોફ્ટ, બ્રોડકોમ, માઈક્રોન અને ટીએસએમસી જેવી કંપનીઓ સામેલ છે. આમ, આઈપીઓ અને ખાનગી રોકાણ મળીને કંપની આશરે ૯૦.૪ અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
