તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 2nd May 2026
અમેરિકા-પાકિસ્તાન વચ્ચે મોટો સંરક્ષણ સોદો: પાક.ના F-16 ફાઈટર જેટ હવે બનશે વધુ ‘ઘાતક’ અને શક્તિશાળી
બાઈડેન સરકારની પાકિસ્તાન પર ‘મહેરબાની’: F-16 ના મેન્ટેનન્સ અને અપગ્રેડેશન માટે અમેરિકાએ કરી મોટી જાહેરાત:અદ્યતન ટેકનોલોજી અને હથિયારોથી સજ્જ થશે પાકિસ્તાની વાયુસેના: ભારતની ચિંતામાં વધારો:શું આતંકવાદ સામેના જંગના નામે પાકિસ્તાન પોતાનું સૈન્ય બળ વધારી રહ્યું છે? ડ્રેગન પછી હવે અંકલ સેમ પણ પાકિસ્તાન પર ફિદા

નવી દિલ્હી: વૈશ્વિક રાજનીતિના ફલક પર એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ પાકિસ્તાન સાથે તેના F-16 ફાઈટર જેટ પ્રોગ્રામને લઈને કરોડો ડોલરના કરાર પર મહોર મારી દીધી છે. આ કરાર હેઠળ અમેરિકા પાકિસ્તાની વાયુસેનાના જૂના થઈ રહેલા F-16 વિમાનોને આધુનિક સોફ્ટવેર, હથિયારો અને એન્જિનરીંગ સપોર્ટ પૂરો પાડશે, જેનાથી આ યુદ્ધવિમાનોની પ્રહાર ક્ષમતા અનેકગણી વધી જશે.
અમેરિકાની અગ્રણી સંરક્ષણ કંપની નોર્થરોપ ગ્રુમન સિસ્ટમ્સ કોર્પોરેશનને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ F-16 વિમાનોમાં વપરાતી 'APG-66' અને 'APG-68' રડાર સિસ્ટમને અત્યાધુનિક એન્જિનિયરિંગ સપોર્ટ આપવામાં આવશે. આ અપગ્રેડેશનનું કામ મેરીલેન્ડ, અમેરિકામાં થશે અને તે 31 માર્ચ, 2036 સુધી ચાલશે. શરૂઆતી તબક્કે નાણાકીય વર્ષ 2026ના ફંડમાંથી 2.64 મિલિયન ડોલરની રકમ ફાળવી દેવામાં આવી છે.
પાકિસ્તાન માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. અગાઉ ડિસેમ્બર 2025માં પણ અમેરિકાએ પાકિસ્તાનના F-16 બેડા માટે 686 મિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. નવા અપગ્રેડથી લિંક-16 ટેક્ટિકલ ડેટા સિસ્ટમ મળશે જેનો ઉપયોગ યુદ્ધ દરમિયાન સુરક્ષિત ડેટા શેરિંગ માટે થઇ શકશે. સુરક્ષિત સંચાર વ્યવસ્થા માટે ક્રિપ્ટોગ્રાફિક ઉપકરણો હશે. એવિયોનિક્સ અપગ્રેડ થશે જે વિમાનની ઓપરેશનલ ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે.
અમેરિકી સંરક્ષણ એજન્સી (DSCA) ના જણાવ્યા અનુસાર, આ આધુનિકીકરણનો મુખ્ય હેતુ પાકિસ્તાની વિમાનોની સર્વિસ લાઈફ વધારવાનો અને આતંકવાદ વિરોધી અભિયાનોમાં અમેરિકી દળો સાથે તાલમેલ (Interoperability) મજબૂત કરવાનો છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
