<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

વિશ્વ રાજનીતિમાં મહાવિસ્ફોટ: ઈરાન સાથે યુદ્ધની આશંકા વચ્ચે ટ્રમ્પ અને જિનપિંગ મળશે, કાર્યક્રમ જાહેર

ત્રીજા વિશ્વયુદ્ધને રોકવા માટે ‘બે જાયન્ટ્સ’ એક મંચ પર: વ્હાઈટ હાઉસે મુલાકાતની તારીખ પર મારી મહોર:જિનપિંગ સાથે ટ્રમ્પની ‘ડીલ’ શું હશે? આખું વિશ્વ શ્વાસ અધ્ધર કરીને જોઈ રહ્યું છે, ચીનની મધ્યસ્થીથી ઈરાન મામલે આવશે વળાંક?

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં જ્યારે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી છે, ત્યારે વોશિંગ્ટનથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે હાઈ-પ્રોફાઈલ બેઠકનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. એક તરફ ઈરાન સામે અમેરિકાની આક્રમકતા અને બીજી તરફ ચીન સાથેની આ મુલાકાત, વૈશ્વિક જિયોપોલિટિક્સમાં નવા સમીકરણો રચશે તે નક્કી છે.
ચીનના પ્રમુખ શી જિનપિંગના વિશેષ આમંત્રણ પર, ડોનાલ્ડ ટ્રમ્પ 13મી મેથી 15મી મે દરમિયાન બેઈજિંગની મુલાકાત લેશે. ચીની સમાચાર એજન્સી 'શિન્હુઆ'ના અહેવાલ અનુસાર, આ ત્રણ દિવસ દરમિયાન બંને દેશોના નેતાઓ પરસ્પર હિતના વિષયો, સુરક્ષા અને આર્થિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે. આ મુલાકાતને વોશિંગ્ટન અને બેઈજિંગ વચ્ચે રાજદ્વારી સંવાદના નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ચીને હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે અમેરિકાને કડક ચેતવણી આપી છે. ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઈરાન સાથે ચીનના ઉર્જા અને વેપાર કરારો છે, જેમાં અન્ય કોઈએ દખલ કરવી જોઈએ નહીં.
નોંધનીય છેકે, ચીન તેની જરૂરિયાતનું 40% ઓઈલ અને 30% LNG હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા મેળવે છે. ચીન આ જળમાર્ગને સુરક્ષિત રાખવા માટે અખાતમાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે દબાણ કરી રહ્યું છે.

 

(6:32 PM IST)