<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

વૈશ્વિક રાજકારણમાં મહાવિસ્ફોટ: ૪૭ વર્ષ જૂની વિદેશ નીતિ અને પ્રોટોકોલ તોડવા ટ્રમ્પ તૈયાર, તાઈવાન-અમેરિકા વચ્ચે સીધી વાતચીતના એંધાણ

ચીનની દાદાગીરી સામે ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક: તાઈવાનના પ્રમુખે કહ્યું—'હું વાત કરવા તૈયાર છું':બંને દેશોની નિકટતા જોઈને સુપરપાવર ચીન ગુસ્સાથી લાલચોળ:તાઈવાન સ્ટ્રેટમાં યુદ્ધના વાદળો ઘેરાયા

નવી દિલ્હી: રશિયા અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે હવે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ત્રીજો મોટો યુદ્ધનો મોરચો ખૂલે તેવા ભયાનક સંકેતો મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૧૯૭૯થી ચાલ્યા આવતા ૪૭ વર્ષ જૂના ડિપ્લોમેટિક પ્રોટોકોલને (જેના અંતર્ગત અમેરિકા સત્તાવાર રીતે તાઈવાનને અલગ દેશ તરીકે માન્યતા આપતું નહોતું અને સીધી વાતચીતથી બચતું હતું) તેને ઠોકર મારીને તાઈવાનના પ્રમુખ સાથે સીધી મંત્રણા કરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. આ જાહેરાત થતાં જ તાઈવાનના રાષ્ટ્રપતિએ પણ ટ્રમ્પ સાથે કદમ મિલાવવાની તૈયારી બતાવી છે, જેને પગલે તાઈવાનને પોતાનો હિસ્સો ગણાવતા ચીનનું બ્લડપ્રેશર હાઈ થઈ ગયું છે.

તાજેતરમાં જ બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કર્યા બાદ, ટ્રમ્પે બીજી વખત તાઈવાનના નેતા સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું, "હું તેમની સાથે વાત કરીશ. હું દરેક સાથે વાત કરું છું." તેમણે ઉમેર્યું કે તેઓ ચીન સાથે તાઈવાનની સમસ્યા અંગે પણ કામ કરશે. વ્હાઇટ હાઉસ હાલમાં તાઈવાનને આશરે $14 બિલિયનના (રૂપિયા 1.15 લાખ કરોડથી વધુ) મોટા હથિયારોના પેકેજ વેચવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો છે કે, તાઈવાનને થનારું આ શસ્ત્રોનું વેચાણ ચીન સાથે સોદાબાજીના પત્તા (Bargaining Chip) તરીકે વાપરી શકાય છે.

તાઈવાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખ લાઈ આ બાબતો અંગે ટ્રમ્પ સાથે ચર્ચા કરવા માટે ઉત્સુક છે. લાઈ ચિંગ-તે જણાવ્યું હતું કે, "તાઈવાન સ્ટ્રેટમાં સ્થિર સ્થિતિ જાળવી રાખવા માટે તાઈવાન કટિબદ્ધ છે અને ચીન જ આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનો ભંગ કરનાર દેશ છે."

વર્ષ 1979માં જ્યારે વોશિંગ્ટને તાઈવાનના બદલે બેઇજિંગને (ચીન) રાજદ્વારી માન્યતા આપી, ત્યારથી અમેરિકા અને તાઈવાનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે સીધી સત્તાવાર વાતચીત થઈ નથી. ચીન તાઈવાનને પોતાનો જ એક ભાગ ગણાવે છે અને તેને પોતાના નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગની ધમકી પણ આપી ચૂક્યું છે. આ પહેલા વર્ષ 2016માં પણ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ તાઈવાનના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ સાઈ ઈંગ-વેનનો ફોન દ્વારા આભાર સ્વીકાર્યો હતો, જેનાથી બેઇજિંગ ભારે નારાજ થયું હતું.

 

 

(5:24 PM IST)