તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
યુદ્ધના મેદાનમાંથી રશિયાના શહેરોમાં પર્યાવરણીય કટોકટી:આકાશમાંથી વરસ્યું મોતના દૂત જેવું ઝેર: યુક્રેનના તોતિંગ ડ્રોન હુમલા બાદ રશિયામાં 'કાળા વરસાદ' થી જનતામાં ભયાનક અફરાતફરી
ઓઇલ રિફાઇનરીઓ સળગતા હવામાં ભળેલા ઝેરી કેમિકલ અને રાખ વરસાદી પાણી સાથે જમીન પર ખાબક્યા: ચોંકાવનારી વૈજ્ઞાનિક હોનારતથી ખેતી અને માનવ સ્વાસ્થ્ય પર મોટું જોખમ: સરકારી એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધે હવે એક અત્યંત ખતરનાક અને પર્યાવરણીય આપત્તિનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે રશિયાના સરહદી અને ઔદ્યોગિક શહેરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મળતી બિલકુલ પાકી વૈશ્વિક સંરક્ષણ વિગતો મુજબ, યુક્રેનની સેનાએ રશિયાની અંદર ઘૂસીને તેના અનેક મોટા ઓઇલ ડેપો અને કેમિકલ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ પર અત્યાર સુધીના સૌથી વિનાશક ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલાને કારણે લાગેલી તોતિંગ આગથી આકાશમાં હજારો ફૂટ ઊંચા કાળા ધુમાડા અને કાર્બનના વાદળો બંધાયા હતા. તાજેતરમાં આ વિસ્તારોમાં વરસાદ પડતાં જ હવામાં રહેલો એ ઝેરી કાર્બન પાણી સાથે નીચે આવતા આખો વરસાદ 'કાળા રંગના દ્રાવણ' તરીકે જમીન પર વરસ્યો છે. સ્થાનિક લોકોના વાહનો, ઘરોની છત અને રસ્તાઓ કાળા મેશ જેવા કેમિકલથી ખરડાઈ ગયા છે. વૈજ્ઞાનિકોના મતે આ 'બ્લેક રેન' અત્યંત એસિડિક અને ઝેરી હોવાથી તેનાથી કેન્સર અને ચામડીના ભયાનક રોગો થઈ શકે છે, જેને પગલે રશિયાની સરકારે લોકોને ઘરમાં જ રહેવાની કડક હિદાયત આપી હોવાનું અકિલના ઇન્ટરનેશનલ ડિફેન્સ ડેસ્ક રિપોર્ટમાં બહાર આવ્યું છે.
આ ઐતિહાસિક ડ્રોન હુમલાનું મુખ્ય લક્ષ્ય મોસ્કોના દક્ષિણ-પૂર્વી છેડે આવેલી કપોત્ન્યા ઓઇલ રિફાઇનરી (Kapotnya Oil Refinery) હતી. આ રિફાઇનરી મોસ્કોની કુલ પેટ્રોલ વપરાશનો આશરે 40% અને ડીઝલનો અડધો પુરવઠો પૂરો પાડે છે. યુક્રેનના નવા હાઇબ્રિડ 'Bars' ડ્રોન-ક્રૂઝ મિસાઇલોએ આ રિફાઇનરીના વિશાળ ઓઇલ સ્ટોરેજ ટેન્ક પર સચોટ નિશાન સાધ્યું હતું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઓઇલ ટેન્કની છત હવામાં ડઝન મીટર ઊંચે ઊડી ગઈ હતી અને આકાશમાં કેટલાય કિલોમીટર ઊંચા કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આ ભીષણ આગને કારણે મોસ્કોના ઘણા ઍરપૉર્ટ બંધ કરવા પડ્યા હતા અને સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ ગઈ હતી.
હુમલાના ગણતરીના કલાકોમાં જ રિફાઇનરીથી ઘણા કિલોમીટર દૂર આવેલા બાલાશીખા અને દક્ષિણ-પૂર્વી ઉપનગરોના લોકો આશ્ચર્ય અને ભયમાં મૂકાયા હતા. આકાશમાંથી સામાન્ય પાણીને બદલે કાળા રંગના ચીકણા ઓઇલના ટીપા અને કાળી કાળી કાળખ વરસી રહી હતી. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વાઇરલ વીડિયો અને તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકોના ઘરની બારીઓ, રસ્તાઓ અને વાહનોની છત પર ઓઇલની કાળી પરત જામી ગઈ હતી. બહાર નીકળેલા લોકોના કપડાં પણ આ તૈલી વરસાદથી બગડી ગયા હતા.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
