<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ઝાડુ વડે તૈયાર થાય છે બાંગ્‍લાદેશની ફેમસ ‘બરુન રોટી'

સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ : બરુન રોટીને બાંગ્‍લાદેશમાં પરંપરાગત સ્‍ટ્રીટ ફૂડ માનવામાં આવે છે તે દેખાવમાં એકદમ હળવી અને પાતળી છે, તેની રચના અને સ્‍વાદ સામાન્‍ય રોટલીથી અલગ છે

ઢાકા,તા.૧૦: સામાન્‍ય રીતે રોટલી બનાવવા માટે રોલિગ બોર્ડ, રોલિગ પિન અથવા તવા વપરાતા જોયા હશે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહેલા વીડિયોએ બધાનું ધ્‍યાન ખેંચ્‍યું છે. આ વીડિયોમાં બાંગ્‍લાદેશની પરંપરાગત ફલેટબ્રેડ ‘બરુન રોટી‘ બનાવવાની રીત બતાવવામાં આવી છે. આ રોટલીની ખાસ બાબત ફક્‍ત તેનો સ્‍વાદ જ નહીં, પરંતુ તેને બનાવવા માટે વપરાતી અનોખી પદ્ધતિ છે; રોટલીને આકાર આપવા માટે ઝાડુનો ઉપયોગ કરવામાં આવે છે, જે બાબતે ઘણા લોકોને આヘર્યચકિત કરી દીધા છે.

વાયરલ વીડિયોમાં બરુન રોટી બનાવવાની આખી પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. તેને જોયા પછી, ઘણા લોકો વિચારી રહ્યા છે કે ઝાડુનો ઉપયોગ કરીને રોટલી કેવી રીતે બનાવી શકાય. આ વીડિયો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર વીડિયોને ઝડપથી શેર કરવામાં આવી રહી છે.

બરુન રોટીને બાંગ્‍લાદેશમાં પરંપરાગત સ્‍ટ્રીટ ફૂડ માનવામાં આવે છે. તે દેખાવમાં એકદમ હળવી અને પાતળી છે, તેની રચના અને સ્‍વાદ સામાન્‍ય રોટલીથી અલગ છે. જેમ જેમ તે તવા પર તૈયાર થાય છે, તેમ તેમ તે ધીમે ધીમે ફુગ્‍ગા જેવી ફૂલી જાય છે. તેની આ જુદી રીત જ તેને અન્‍ય પ્રકારની રોટલીથી અલગ પાડે છે.

બરુણ રોટલી બનાવવા માટે, લોટને પહેલા લાંબા સમય સુધી સારી રીતે મિક્‍સ આવે છે. તે તૈયાર થાય પછી તેને ખૂબ જ પાતળી રીતે ફેલાવવામાં આવે છે. આગળ, ઝાડુનો ઉપયોગ કરીને તેને તોડયા વિના મોટા, એકદમ પાતળા સ્‍વરૂપમાં આકાર આપવામાં આવે છે. પછી, રોટલી તવા પર થોડું ઘી અથવા તેલ નાખીને રાંધવામાં આવે છે, બન્ને તરફ બ્રાઉન કરવામાં આવે છે. ગરમ તવા પર પડતાની સાથે જ તે ફૂલવા લાગે છે, જે થોડીક સેકંડમાં ફુગ્‍ગા જેવી લાગે છે. આ ચોક્કસ ક્ષણે સોશિયલ મીડિયા પર દર્શકોને મોહિત કર્યા છે.

બરુણ રોટલી માત્ર તેની અનોખી તૈયારી પદ્ધતિ માટે જ નહીં પરંતુ તેની વિશિષ્ટ રચના અને સ્‍વાદ માટે પણ પ્રશંસા કરવામાં આવે છે. આ ફલેટબ્રેડ ઢાકા અને ચિત્તાગોંગ જેવા બાંગ્‍લાદેશી શહેરોમાં અસંખ્‍ય સ્‍ટ્રીટ ફૂડ સ્‍ટોલ પર સરળતાથી મળી જાય છે. સ્‍થાનિક લોકો તેને ચિકન કરી, મટન ગ્રેવી અથવા દાળ સાથે ખાવાનો આનંદ માણે છે. જોકે, કેટલીક જગ્‍યાએ તેને મીઠા દૂધ અથવા રબડી સાથે પણ ખાવાનું પસંદ કરે છે, જે એક અનોખો સ્‍વાદ અનુભવ આપે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો બાદ, આ પરંપરાગત બાંગ્‍લાદેશી બરુન રોટી અને તેને તૈયાર કરવા માટે વપરાતી અનોખી પદ્ધતિ લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. 

 

(10:06 AM IST)