<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

વૈશ્વિક સંરક્ષણ બજારમાં ઓસ્ટ્રેલિયાનો મહાવિસ્ફોટ: વિશ્વની પ્રથમ માનવરહિત 'ડ્રોન બોટ' બનાવી ઇતિહાસ રચ્યો:સમુદ્રી યુદ્ધમાં ડ્રેગનનો કાળ તૈયાર

કોઈપણ સૈનિક વિના દરિયાના સીમાડા સાચવશે હાઈટેક 'AI વોરશીપ': સેટેલાઈટથી થશે ઓપરેટ, સબમરીન અને મિસાઈલોને તોડી પાડવાની અદ્ભુત ક્ષમતા:અમેરિકા પણ ટેકનોલોજી જોઈ ફિદા

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે સમુદ્રી સીમાઓ પર વધી રહેલા તણાવ અને ખાસ કરીને હિંદ મહાસાગરમાં ચીનની દાદાગીરીને કડક પાઠ ભણાવવા માટે ઓસ્ટ્રેલિયાએ ડિફેન્સ સેક્ટરમાં એક બહુ મોટો અને ક્રાંતિકારી ચમત્કાર કરી બતાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની નૌસેના અને ટોચની સંરક્ષણ વૈજ્ઞાનિક સંસ્થાઓએ રાત-દિવસ એક કરીને સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અને સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ વિશ્વની પ્રથમ એવી હાઈટેક 'ડ્રોન બોટ' (Unmanned Surface Vessel) નું સફળ નિર્માણ કર્યું છે, જેમાં કોઈ કપ્તાન કે સૈનિકની જરૂર નથી! ઓસ્ટ્રેલિયાની આ સૈન્ય સિદ્ધિથી વૈશ્વિક ડિફેન્સ માર્કેટમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
અહેવાલ મુજબ એસ્ટ્રા ૪૬૦ નામનું જહાજ વાસ્તવમાં ૧૫ ફૂટ લાંબી ડ્રોન બોટ છે. તેને ૪૦ કલાકમાં તૈયાર કરી શકાય છે. તેને બનાવવામાં રિસાઇકલ કરવામાં આવેલા પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમા માણસ તો શું રોબોટ પણ નહીં બેસે. ઓસ્ટ્રેલિયાએ તેને પોતાની સંરક્ષણ જરૂરિયાતો માટે બનાવ્યું છે.
ઇન્ટરેસ્ટિંગ એન્જિનિયરિંગના રિપોર્ટ મુજબ એસ્ટ્રા ૪૬૦ જહાજમાં ઓટોમેટિક એઆઈ  સિસ્ટમને ફિટ કરી તેને પાણીમાં ઉતારી શકાય છે. આ જહાજમાં ન તો માણસ સવાર હશે ન તો રોબોટ. તેમા એક સિસ્ટમ ફિટ કરવામાં આવશે, જે સમુદ્રની દરેક હલચલની જાણકારી પહોંચાડશે.
આ જહાજની મહત્તમ સ્પીડ ૪૦ નોટ્સ છે. તે ૨૦થી ૩૦ નોટ્સની સ્પીડે પેટ્રોલિંગ કરી શકે છે. તે સમુદ્રના આકરા પ્રવાહોનો સામનો કરતાં ગુપ્ત જાણકારી મેળવવા અને જરૂરત પડતાં શસ્ત્રો લાવવા સક્ષમ છે. હાલમાં આવી દસ યુએસવી બનાવવાની છે. જરૂર પડતા તેનું ઉત્પાદન વધારીને ૧૦૦ સુધી પહોંચાડી શકાય છે.
આ જહાજને લાર્જ ફોર્મેટ એડિટિવ મેન્યુફેક્ચરિંગ (એલફામ) ટેકનિકનો ઉપયોગ કરીને તેના નીચલા હિસ્સામાં ૪૦ કલાક સુધી બનાવી શકાય છે. એલફામ મોટાપાયા પર ઉપયોગમાં લેવાતું થ્રીડી પ્રિન્ટિંગ જ છે. આ જહાજમાં ઓટોમેટિક નેવિગેશન અને કંટ્રોલ સોફ્ટવેર લગાવવામાં આવ્યું છે, જેને ગામા નામના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે તે મશીનની જરૂરતના હિસાબે ઢળી જાય છે.જહાજમાં ઓટોમેટિક એઆઈ સિસ્ટમ ફિટ કરીને તેને સમુદ્રની અંતર ઉતારી શકાય છે.

 

(5:50 PM IST)