News of Tuesday, 23rd June 2026
બ્રાઝિલમાં મધ્યરાત્રિએ બરાબર ૧ વાગ્યે સરકારી સિસ્ટમ પર ‘માનવો... અમે આવી ગયા’ના રહસ્યમય મેસેજથી મચ્યો પ્રચંડ હાહાકાર:એલિયન આક્રમણના ભયથી કરોડો નાગરિકો રસ્તા પર દોડ્યા: ગ્લોબલ સ્પેસ હિસ્ટ્રીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડીજીટલ ફફડાટ
પરગ્રહવાસીઓના હુમલાની ચેતવણી આપતી હેકિંગ ટ્રીકે આખા દેશની ઊંઘ ઉડાડી: ઇમરજન્સી સેલની લાઇનો જામ થઈ: સાયબર એક્સપર્ટોએ સિસ્ટમ કંટ્રોલમાં લઈને મસમોટી ટેકનિકલ ગ્લીચ અથવા ઇન્ટરનેટ હોક્સ હોવાનો ખુલાસો કરતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝિલમાંથી સોશિયલ મીડિયા અને ગ્લોબલ ટેકનોલોજી સેક્ટરને હચમચાવી મૂકતી એક અત્યંત ચોંકાવનારી અને વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં મધ્યરાત્રિએ અચાનક ડિજિટલ નેટવર્ક અને બ્રોડકાસ્ટિંગ સ્ક્રીન્સ પર ‘માનવો... અમે આવી ગયા’ (Humans... We Have Arrived) તેવો એલિયન એટેકનો મેસેજ ફ્લેશ થતાં જ સમગ્ર દેશમાં યુદ્ધ જેવી અફરાતફરી અને પ્રચંડ ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગ્લોબલ સાયબર સિક્યોરિટી, વાયરલ ટ્રેન્ડ્સ એન્ડ ડિજિટલ હોક્સ મોનિટરિંગ ડેસ્ક રિપોર્ટ મુજબ, રાત્રિના સમયે અચાનક હેક થયેલી સિસ્ટમ દ્વારા પરગ્રહવાસીઓ પૃથ્વી પર હુમલો કરવા આવી પહોંચ્યા હોવાનો દાવો કરાયો હતો.
બ્રાઝિલના નેશનલ સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, દેશના સિવિલ ડિફેન્સ એલર્ટ પ્લેટફોર્મને કોઈ થર્ડ પાર્ટી (હેકર્સ) દ્વારા રિમોટલી એક્સેસ કરીને આ ફેક મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ ગંભીર સાયબર સુરક્ષા ભંગને પગલે શનિવારે તડકે 1:30 વાગ્યે આખી એલર્ટ સિસ્ટમને ઓફલાઈન કરી દેવામાં આવી હતી. હાલ ફેડરલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સામાન્ય રીતે પૂર, વાવાઝોડું કે ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓની આગોતરી જાણ કરવા માટે વપરાતી આ સરકારી સિસ્ટમમાંથી લોકોને 'એક્સ્ટ્રીમ એલર્ટ' મોકલાયા હતા. મિનાસ ગેરેસ રાજ્યની રાજધાની બેલો હોરિઝોન્ટેના લોકોને મળેલા મેસેજમાં લખ્યું હતું કે, ‘પોતાનો બચાવ કરો, એલિયનનો હુમલો થયો છે. માનવો, અમે આવી ગયા છીએ.’ આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની પણ ખોટી ચેતવણી આપવામાં આવી હતી.
મધરાતે અચાનક વાગેલી ફોનની ઘંટડીઓ અને મેસેજ જોઈને લોકો ડરી ગયા હતા. વાવાઝોડાના મેસેજને સાચો માનીને કેટલાય પરિવારો સુરક્ષિત જગ્યાઓ શોધવા લાગ્યા હતા. વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે લોકોએ કંટ્રોલ રૂમ, પોલીસ અને ફાયર બ્રિગેડની ઓફિસોમાં ફોન લાઈનો ગજવી મૂકી હતી. જો કે, કેટલાક લોકોને એલિયનની વાત વાંચીને તરત જ આ કોઈ મજાક કે હેકિંગ હોવાની શંકા ગઈ હતી.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
