<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ટેકનોલોજીની દુનિયામાં એન્થ્રોપિકનો કાળમુખો ધમાકોઃ સુપર પાવરફુલ ‘ક્લૉડ ઓપસ ૫.૫’ લોન્ચ થતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જગતમાં ભયાનક કંપારી

કોડિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માર્કેટમાં નવા મોડેલે સટાકથી ફેરવ્યો કાળો નાગ: હરીફ કંપનીઓના હોશ ઊડ્યા: તોતિંગ સ્પીડ અને ૪૦% સસ્તા ભાવે એજન્ટિક કોડિંગ ક્ષેત્રે પિશાચી પરફોર્મન્સ આપી બોલાવી દીધો વિસ્ફોટક કૂચડો

નવી દિલ્હી:આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને વૈશ્વિક આઈટી ક્ષેત્રના આકાઓ, ટેકનોક્રેટ્સ અને હરીફ કંપનીઓના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! વિશ્વવિખ્યાત AI કંપની 'એન્થ્રોપિક' (Anthropic) દ્વારા અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી અને આસુરી તાકાત ધરાવતું નવું ફ્રન્ટિયર AI મોડેલ ‘ક્લૉડ ઓપસ ૫.૫’ (Claude Opus 5.5) સટાકથી લોન્ચ કરી દેવામાં આવ્યું છે! આ લોન્ચિંગ સાથે જ ટેક જગતમાં કાળો નાગ ફેરવાઈ ગયો છે અને હરીફાઈ કરતી અન્ય AI કંપનીઓનો પૂરેપૂરો કૂચડો બોલાઈ ગયો છે.
ક્લોડ ઓપસ 5.5ને એવા સમયે માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે જ્યારે વિશ્વભરમાં AI સાથે જોડાયેલા જોખમો અને સલામતી અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. એન્થ્રોપિકે સ્પષ્ટ કર્યું છે કે આ મોડલના લોન્ચિંગ પહેલાં સ્વતંત્ર AI સેફ્ટી રિસર્ચ ગ્રુપ્સ—'ફ્રન્ટિયર ડિઝાઇન' અને 'METR' દ્વારા તેનું કડક સુરક્ષા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કંપનીએ એ પણ જણાવ્યું કે તેમના આંતરિક સેફ્ટી ટેસ્ટ્સમાં પણ આ મોડલ અગાઉની તમામ સિસ્ટમ્સ કરતાં વધુ સુરક્ષિત અને બહેતર સાબિત થયું છે.
એન્થ્રોપિકના જણાવ્યા અનુસાર, ક્લોડ ઓપસ 5.5એ સોફ્ટવેર ડેવલપમેન્ટ બેંચમાર્ક પર પોતાના સૌથી મોટા હરીફ OpenAIના GT-5.6 Soul કરતાં પણ વધુ શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે, જે કોડિંગ અને પ્રોગ્રામિંગ કાર્યોમાં તેની ઉચ્ચ ક્ષમતા દર્શાવે છે.
આ નવા મોડલની કિંમત પ્રતિ મિલિયન ઇનપુટ ટોકન માટે 4 ડોલર અને પ્રતિ મિલિયન આઉટપુટ ટોકન માટે 20 ડોલર રાખવામાં આવી છે, જે અગાઉના ઓપસ 5ની સરખામણીએ 20 ટકા ઓછી છે:

 

(6:24 PM IST)