News of Monday, 26th October 2026
લંડનના સામાન્ય પરિવારની અણધારી કિસ્મત ખુલી: સોફા નીચેથી નીકળી કરોડો રૂપિયાની દુર્લભ અને કિંમતી ચીની કલાકૃતિ: નસીબ ચમકતાં પરિવારના છાતીના પાટિયા બેસી ગયા
ઘરના નકામા સામાનની સફાઈ કરતી વખતે હાથ લાગ્યો ઈતિહાસનો બેનમૂન નમૂનો: દુર્લભ વાસણની આંતરરાષ્ટ્રીય હરાજીમાં કરોડોની બોલી બોલાતા સનસનાટી

નવી દિલ્હી:બ્રિટનની રાજધાની લંડનમાંથી વિશ્વભરના એન્ટિક કલેક્ટર્સ અને કલા પ્રેમીઓને ચોંકાવી દેતા અત્યંત આશ્ચર્યજનક અને સ્ફોટક સમાચાર સામે આવ્યા છે. લંડનમાં રહેતા એક સામાન્ય પરિવારના ઘરમાં બેઠક માટે વપરાતા જૂના સોફા નીચેથી અચાનક એવી દુર્લભ ચીની કલાકૃતિ મળી આવી છે, જેના વિશે જાણીને ખુદ પરિવારના હોશ ઉડી ગયા હતા. પરિવારના સભ્યો જ્યારે ડ્રોઈંગ રૂમની સફાઈ કરી રહ્યા હતા, ત્યારે સોફાના પાટિયા નીચે દબાયેલું વર્ષો જૂનું એક અદ્ભુત અને કલાત્મક એન્ટિક વાસણ મળી આવ્યું હતું.
આ પ્લેટ નોર્થ લંડનના એક ઘરમાં મળી આવી હતી. તે લગભગ બે ફીટ પહોળી અને ૧૩.૬ કિલોગ્રામ વજનની છે. વીસમી સદીની શરૂઆતમાં ચીની મૂળના વિંગ લૂંગ ગૂ તેને લઈને આવ્યા હતા. તેના ફોટા વૂલી એન્ડ વોલિસ નામના લિલામગૃહને મોકલવામાં આવ્યા, જ્યાં નિષ્ણાંતોએ તેની વિશેષતા ઓળખી કાઢી.
એશિયલ કલા નિષ્ણાંત જોન એક્સફોર્ડે પ્લેટ પરની ચાર અક્ષરોવાળી વિશિષ્ટ મહોરનું નિરીક્ષણ કર્યું. આ મહોર બેઈજિંગના ફોરબિડન સિટીમાં આવેલા ચુક્સિયું મહેલ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. તેના આધારે આ પ્લેટ મહેલ માટે બનાવવામાં આવી હોવાનું અનુમાન છે. તેના પીળા રંગના તળિયાને કારણે પણ તેને અનોખી કલાકૃતિ ગણવામાં આવી છે.
આ દુર્લભ પ્લેટની હરાજી ૧૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાશે. તેની અંદાજિત કિંમત વીસ હજારથી ત્રીસ હજાર બ્રિટિશ પાઉન્ડ (આશરે ૨૪થી ૩૬ લાખ રૂપિયા) છે. જો કે, હરાજીમાં તેની અંતિમ કિંમત કેટલી મળશે તે તો ત્યારે જ સ્પષ્ટ થશે. આ ઘટના દર્શાવે છે કે ક્યારેક સામાન્ય દેખાતી જૂની વસ્તુઓમાં પણ અમૂલ્ય ઐતિહાસીક વારસો છુપાયેલો હોઈ શકે છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
