તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
વૈશ્વિક મહાસંકટ વચ્ચે મહાકાળમુખો સનસનાટીભર્યો ધડાકોઃ સાઉદી અરેબિયાએ ઓઈલ પાઈપલાઈન સટાકથી બંધ કરી:બાબ અલ-મંદેબ સમુદ્રી માર્ગ પર કાળમુખા હુથીઓનો ભયાનક રાક્ષસી કબજો
વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સણસણતો વિસ્ફોટ થવાની કાળજું કંપાવી દેતી શક્યતા: લાલ સમુદ્ર (Red Sea) માં કાળો નાગ ફેરવતા હુથી બળવાખોરોએ જહાજોનો ઘેરાવો કરી મચાવ્યો પિશાચી તાંડવ: ગ્લોબલ ઈકોનોમી અને સુપર પાવર દેશોના હોશ ઊડી ગયા: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભયાનક ધ્રૂજારી

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય યુદ્ધ ભૂમિ અને વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાંથી સમગ્ર માનવજાતના હોશ ઉડાડી દેતો, કાનમાંથી ધુમાડા કાઢી નાખતો અને અરેરાટી બોલાવી દેતો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને વિસ્ફોટક કાળમુખો ધડાકો સામે આવ્યો છે! સાઉદી અરેબિયાએ પોતાની મસમોટી મુખ્ય ઓઈલ પાઈપલાઈન સટાકથી બંધ કરી દીધી છે, જ્યારે બીજી તરફ બાબ અલ-મંદેબ (Bab al-Mandab) ના અત્યંત વ્યૂહાત્મક સમુદ્રી માર્ગ પર પિશાચી હુથી બળવાખોરોએ રાક્ષસી કબજો જમાવી દીધો છે
સાઉદી અરબના ઊર્જા મંત્રાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું છે કે રિયાધ અને મદીના ક્ષેત્રોમાં ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર અનેક હુમલા થયા બાદ આ પાઈપલાઈનને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. આ ડ્રોન હુમલાઓ ઈરાક તરફથી આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં ઈરાન સમર્થિત મિલીશિયા સક્રિય છે. જોકે, સાઉદી અરબે હાલ ઈરાકી વડાપ્રધાનના અનુરોધને કારણે કોઈ જવાબી કાર્યવાહી ટાળી છે, પરંતુ પોતાના હિતોની રક્ષા માટે તમામ આવશ્યક પગલાં લેવાનો અધિકાર સુરક્ષિત રાખ્યો છે.
શુક્રવારે ઈરાન સમર્થિત યમનના હુથી વિદ્રોહીઓ રાતા સમુદ્રના અત્યંત મહત્ત્વપૂર્ણ એવા બાબ અલ-મંદેબ સ્ટ્રેટના પેરીમ ટાપુ સુધી પહોંચી ગયા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વ્યાપક યુદ્ધ વચ્ચે આ વૈશ્વિક દરિયાઈ માર્ગ પર પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન એ હોર્મુઝ સ્ટ્રેટ પરનું દબાણ ઘટાડવામાં મોટો ભાગ ભજવતી હતી. આ પાઈપલાઈન બંધ થવાથી અને હુથી વિદ્રોહીઓ દ્વારા દરિયાઈ માર્ગો પર પ્રભુત્વ વધવાથી ખાડી ક્ષેત્રમાંથી થતી ઓઈલ પૂરવઠાની પ્રક્રિયા પર ભારે દબાણ વધ્યું છે. જો હુથી બાબ અલ-મંદેબ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે, તો ઈરાનને અમેરિકા સામેના સંઘર્ષમાં મોટી વ્યૂહાત્મક લીડ મળી જશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
