<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

અમેરિકાના હવામાન અને થેંક્સગિવિંગની ઉજવણી પર સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: અમેરિકામાં ભીષણ વાવાઝોડાનો કહેર: સેંકડો ફ્લાઈટો રદ: લાખો ઘરોમાં વીજળી ગુલ થતાં ભારે હાહાકાર

પૂર્વ કિનારા સહિતના વિસ્તારોમાં ભારે પવન, વરસાદ અને પૂર જેવી સ્થિતિથી જનજીવન ખોરવાયું: તહેવારના ટાણે જ પ્રવાસીઓમાં ખળભળાટ: લાખો ગ્રાહકો અંધારપટમાં અને ન્યૂયોર્કની પ્રખ્યાત મેસીઝ થેંક્સગિવિંગ પરેડ પણ વાવાઝોડાના જોખમને પગલે મુલતવી રખાતા સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:અમેરિકામાં થેંક્સગિવિંગની રજાઓ અને મુસાફરીની ધમાલ વચ્ચે કુદરતે આકરો મિજાજ બતાવતા ભારે અફરાતફરી સર્જાઈ છે. અમેરિકામાં ભીષણ વાવાઝોડું ત્રાટકતા સેંકડો ફ્લાઈટો રદ થઈ છે, લાખો ઘરોમાં વીજળી ગુલ થઈ છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવા હાલ સર્જાતા સમગ્ર દેશમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.

વીજ પુરવઠા પર નજર રાખતી વેબસાઇટ પૉવર આઉટેજના અહેવાલ મુજબ, ગુરુવાર સાંજ સુધીમાં મધ્ય-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આશરે નવ લાખ ગ્રાહકો વીજળી વિના રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૅન્સિલવેનિયામાં 2.13 લાખથી વધુ, વર્જિનિયામાં 1.5 લાખથી વધુ અને મિસૂરીમાં લગભગ 1.2 લાખ ગ્રાહકોને વીજળી મળી શકી ન હતી. વર્જિનિયામાં આશરે બે લાખ અને મૅરીલૅન્ડમાં 1.77 લાખ ઘરો તથા વેપારી સંસ્થાઓમાં અંધારપટ છવાયો હતો.

પૂર્વ કિનારાના વિસ્તારોમાં 112 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી કર્યા હતા. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ ડેલાવેર, ન્યૂ જર્સી અને દક્ષિણ-પૂર્વ પૅન્સિલવેનિયામાં વૃક્ષો અને વીજ લાઇનો તૂટી પડવાથી મોટા પાયે વીજ કાપ સર્જાયો છે.

થૅન્ક્સગિવિંગના સમયે આવેલા આ તોફાને હવાઈ પ્રવાસીઓની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો છે. સમગ્ર દેશમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ છે અને હજારો ફ્લાઇટ્સ મોડી પડી રહી છે, જેના કારણે હજારો મુસાફરો ઍરપૉર્ટ પર અટવાઈ ગયા છે. ફ્લાઇટઅવેરના ડેટા અનુસાર ગુરુવારે અમેરિકન હવાઈ મથકો પર 350થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને લગભગ 700 ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો.

(4:38 PM IST)