તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Saturday, 16th May 2026
આફ્રિકાના જંગલોમાં અમેરિકાની સર્જિકલ સ્ટ્રાઈક: ઈસ્લામિક સ્ટેટ (IS) નો ટોપ ગ્લોબલ કમાન્ડર કૂતરાના મોતે મરાયો
અમેરિકન સ્પેશિયલ ફોર્સિસનું સિક્રેટ ઓપરેશન: મધરાતે ઘનઘોર જંગલો ગૂંજી ઉઠ્યા:આતંકનો પર્યાય ગણાતો મોટો આકા ઢેર:ગ્લોબલ કમાન્ડરના ખાતમાથી આતંકી સંગઠનની કમર તૂટી, પેન્ટાગોન સત્તાવાર જાહેરાત કરશે

નવી દિલ્હી: વૈશ્વિક આતંકવાદના આકાઓ સામે અમેરિકાએ ફરી એકવાર મોટો ઘા કર્યો છે. આફ્રિકા ખંડના અત્યંત દુર્ગમ અને ઘનઘોર જંગલોની અંદર છુપાઈને આખી દુનિયામાં આતંકી નેટવર્ક ચલાવતા ઈસ્લામિક સ્ટેટ (IS) ના સૌથી ખતરનાક ગ્લોબલ કમાન્ડરને અમેરિકન સેનાના સ્પેશિયલ ઓપરેશન કમાન્ડોએ એક ગુપ્ત ઓપરેશનમાં ઠાર માર્યો છે. આ ઓપરેશન એટલું સચોટ હતું કે આતંકી કમાન્ડરને ભાગવાનો કે સંભળાવવાનો મોકો જ ન મળ્યો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર આ સફળ મિશનની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે આ જટિલ મિશન તેમના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે લખ્યું, 'મારી સૂચનાથી, બહાદુર અમેરિકન સૈનિકો અને નાઇજીરીયાના સશસ્ત્ર દળોએ સાથે મળીને અત્યંત ઝીણવટપૂર્વક આયોજન કરીને દુનિયાના સૌથી સક્રિય આતંકવાદીને યુદ્ધના મેદાનમાંથી ખતમ કરવાનું મુશ્કેલ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે.'
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે ISISનો બીજા નંબરનો મુખ્ય આતંકવાદી અબુ-બિલાલ અલ-મિનુકી આફ્રિકામાં છુપાઈ જશે તેવું વિચારતો હતો. પરંતુ અમારા ગુપ્ત સ્ત્રોતો તેની દરેક હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. આ સફળ ઓપરેશન બાદ હવે તે આફ્રિકાના લોકોને ડરાવી નહીં શકે કે અમેરિકા પર હુમલાનું કોઈ પ્લાનિંગ પણ નહીં કરી શકે. તેના ખાતમાથી દુનિયાભરમાં ફેલાયેલું ISISનું આતંકવાદી નેટવર્ક હવે સાવ નબળું પડી ગયું છે. આ મિશનમાં મળેલા શાનદાર સપોર્ટ બદલ પ્રમુખ ટ્રમ્પે નાઇજીરીયા સરકારનો આભાર પણ માન્યો હતો.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
