<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

અમેરિકાના અત્યાધુનિક બોમ્બર B-21 રેડર વિમાને ભરી પ્રથમ ઐતિહાસિક ઉડાનઃ શત્રુઓના રડારની નજરમાં પણ નહીં આવે આ પિશાચી આફત

દુશ્મન દેશોના હોશ ઉડાડી દેતું અદ્યત શક્તિશાળી સ્ટીલ્થ બોમ્બર અકાશમાં ગર્જી ઉઠતાં વૈશ્વિક યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાયો કાળો નાગ: અમેરિકી વાયુસેનાના આ પિશાચી હથિયારથી દુનિયાભરમાં સનસનાટી મચી ગઈ છે: શત્રુઓની તમામ રક્ષા પ્રણાલીઓનો સટાકથી બોલાઈ ગયો છે કૂચડો

નવી દિલ્હી :સમગ્ર વિશ્વના રક્ષા ક્ષેત્ર, વૈશ્વિક મહાસત્તાઓ અને મિલિટરી એક્સપર્ટ્સના હોશ ઉડાડી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! અમેરિકી વાયુસેના (US Air Force)ના અત્યંત ગુપ્ત અને અત્યાધુનિક નેક્સ્ટ-જેન સ્ટીલ્થ બોમ્બર વિમાન 'B-21 રેડર' (B-21 Raider) દ્વારા તેની પ્રથમ સત્તાવાર અને ઐતિહાસિક ઉડાન ભરી લેવામાં આવી છે, જેનાથી દુનિયાભરના શત્રુ દેશોમાં રાક્ષસી ફફડાટ વ્યાપી ગયો છે.

સંરક્ષણ નિષ્ણાતોના મતે આ વિમાનમાં સંભવતઃ લૂનબર્ગ લેન્સ પણ લગાવવામાં આવ્યા હોઈ શકે છે. લૂનબર્ગ લેન્સ એક એવું ખાસ ઉપકરણ છે જે રડાર સિગ્નલોને કૃત્રિમ રીતે વધારવા અથવા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સ્ટીલ્થ વિમાનો મૂળભૂત રીતે રડારની નજરમાંથી અદ્રશ્ય રહેવા માટે જ બનેલા હોય છે, પરંતુ ટેસ્ટિંગ દરમિયાન સુરક્ષા, એર ટ્રાફિક કંટ્રોલ અને મોનિટરિંગની સરળતા ખાતર તેને જાણીજોઈને રડાર પર દર્શાવવા આવા લેન્સ ફીટ કરવામાં આવતા હોય છે.

B-21 રાઇડરને અમેરિકાના જૂના B-2 સ્પિરિટ બોમ્બરનું ઉત્તરાધિકારી માનવામાં આવે છે. જૂના વિમાનની સરખામણીમાં આ નવું બોમ્બર ઉડાન ભરતી વખતે અત્યંત ઓછો અવાજ કરે છે. વિમાન નિરીક્ષકો અને નિષ્ણાતોએ તેની ખૂબ પ્રશંસા કરી છે, કારણ કે તેની ઉડાન અત્યંત સ્મૂથ અને શાંત જણાઈ છે.

(6:42 PM IST)