તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
અમેરિકાનો ઈરાન પર પિશાચી અને વિનાશક વારઃ દુનિયાભરમાં ઈરાનના વિમાનોનો બોલાઈ જશે કૂચડો:કાળમુખી તારીખ જાહેર
ઈરાની એવિએશન સેક્ટર પર કાળો નાગ ફેરવવા વોશિંગ્ટને ઘડી કાઢ્યો રાક્ષસી પ્લાન:કડક બ્લેકલિસ્ટ અને વિસ્ફોટક પ્રતિબંધોની તારીખ જાહેર થતાં જ ઈરાની પ્રમુખ અને તંત્રના સટાકથી હોશ ઊડ્યા

નવી દિલ્હી:વૈશ્વિક રાજકારણ અને એવિએશન જગતના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો અતિશય વિસ્ફોટક તથા પિશાચી કિસ્સો સામે આવ્યો છે! મધ્ય પૂર્વમાં વધતા ભયાનક તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર સૌથી કાળમુખો પ્રહાર કરતા, ઈરાનના તમામ સિવિલ અને કોમર્શિયલ વિમાનોના પૈડાં દુનિયાભરમાં કાયમ માટે ઠપ્પ કરી દેવા માટેની આખરી કાળમુખી તારીખ જાહેર કરી દીધી છે.
ઈરાને મંત્રણા માટે અમેરિકા સમક્ષ જ્યારે સાત શર્તો મુકી તો ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ઉઠયા. બીજી તરફ અમેરિકાના વિત્ત મંત્રી સ્કોટ બેસેન્ટે એલાન કરી દીધું કે, એક સપ્તાહમાં જ દુનિયાભરમાં ઈરાનની વિમાન સેવાઓ ઠપ્પ થઇ જશે. તેના બધા જ વિમાનો ધૂળ ફાંકતાં થઈ જશે. કારણ કે જે દેશ ઈરાનનાં વિમાનોને ઉતારવાની સુવિધા આપશે તે દેશો ઉપર તેમજ તે સુવિધા આપનારી કંપનીઓ ઉપર અમેરિકા ડબલ ટેરિફ લગાડશે. બેસેન્ટે વધુમાં જણાવ્યું કે, આથી દુનિયાભરમાં ઈરાનનાં વિમાનો ઠપ્પ થઇ જશે, કારણ કે કશેથી પણ તેમને ઇંધણ નહીં મળે, લેન્ડીંગ સર્વિસ પણ નહીં મળે. તેથી કોઇ ટિકીટ પણ નહીં વેચે. ટિકીટ વેચવા માટે ડોલર સિસ્ટીમનો ઉપયોગ નહીં થઇ શકે. આથી ૨૩મી ડિસેમ્બર સુધીમાં તો ઈરાની એરલાઇન્સ ઠપ્પ થઇ જશે. તે સર્વવિદિત છે કે ઈરાન સામેનાં યુધ્ધમાં અમેરિકાને ઘણું નુકસાન થયું છે. નેપાળની જીડીપી જેટલો ખર્ચ થઇ ગયો છે. હવે તે એવા રસ્તા શોધે છે કે જેથી ઈરાનની કમર તૂટી જાય. બીજી તરફ ઈરાને હોર્મુઝ ઉપર કબજો બરોબર જમાવ્યો છે. જેથી દુનિયાભરમાં ઉપાધી થઈ છે. ઈરાનનાં રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (આઇઆરજીસીએ) કહી દીધું છે કે, અમેરિકા સાથેનાં લાંબા યુધ્ધ માટે તૈયાર છે. ઈરાનની અર્ધ સરકારી સમાચાર સંસ્થા મેહર-સમાચાર જણાવે છે કે, (આઇઆરજીસીના પ્રવકતા, હુસૈન મોહેબ્બીએ અમેરિકાના આ એલાનને શર્મજનક હાર સમાન કહ્યું છે. તેમણે કહ્યું હોર્મુઝ સ્ટ્રેઇટસ ખોલવાની તેમની અક્ષમતા સમગ્ર ક્ષેત્રમાં તેમના સૈન્યની અને જાસૂસી તંત્રની નિર્બળતા તથા ઈરાની સૈન્ય સામે, અમેરિકી સૈન્યની ટેકનિકલી નિષ્ફળતાનું તે એલાનથી પ્રદર્શન થાય છે. હવે તો ઈરાન નવી સલામતી વ્યવસ્થા ઊભી કરવા કાર્યરત બન્યું છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
