<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

વિશ્વભરમાં એઆઈ (AI) નો પગપેસારો: ગ્લોબલ આઈટી જાયન્ટ્સ એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઓટોમેશનના કારણે હજારો કર્મચારીઓની નોકરી પર તલવાર: ટેક ક્ષેત્રમાં ફાળકો

નવી દિલ્હી: વિશ્વભરના આઈટી અને ટેકનોલોજી ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનના વધતા જતા પ્રભાવના કારણે રોજગારી પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે; વૈશ્વિક ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોન અને રાઈડ-હેલિંગ કંપની ઉબર દ્વારા પોતાના ઓપરેશનલ ખર્ચ ઘટાડવા અને નવી એઆઈ ટેકનોલોજીને ઝડપથી અપનાવવા માટે હજારો કર્મચારીઓની મોટાપાયે છટણી (લે-ઓફ) કરવાની આંતરિક તૈયારીઓ કરી લેવામાં આવી હોવાના સળગતી અહેવાલો વહેતા થયા છે; કંપની દ્વારા વિવિધ ડિપાર્ટમેન્ટ્સમાં પર્ફોર્મન્સ અને નવી એઆઈ સિસ્ટમ્સના મૂલ્યાંકન બાદ કામગીરીને ઓટોમેટ કરવામાં આવી રહી છે, જેનાથી અનેક હોદ્દાઓ બિનજરૂરી બની રહ્યા છે; ગ્લોબલ લેવલે ટેકનોલોજીકલ ક્રાંતિના નામે થઈ રહેલા આ આકરા નિર્ણયોના કારણે ટેક ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ અને એન્જિનિયરોમાં પોતાની નોકરીઓ ગુમાવવાનો ભારે ફાળકો અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

આટફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે વિશ્વની ટોપ ટેક કંપનીઓમાં કર્મચારીઓની છટણી વધવાની શક્યતા છે. હવે, એમેઝોન અને ઉબર જેવી કંપનીઓએ વધુ કર્મચારીઓ ઘટાડવાના સંકેત આપ્યા છે. એમેઝોને તેની આટફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ ટીમમાં ફરી એકવાર છટણી શરૂ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એઆઈ સંબંધિત પ્રોજેક્ટસને વધુ અસરકારક બનાવવા અને કસ્ટમર્સને અસર કરનારા પ્રોજેક્ટસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લેવામાં આવ્યો છે. જોકે કેટલા કર્મચારીઓને તેની અસર થશે તેની જાહેરાત નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં એમેઝોને લગભગ ૧૬,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી.

બીજી તરફ, ઉબરે તેના કસ્ટમર સપોર્ટ વિભાગના લગભગ ૧૦ ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પહેલી વખત સ્વીકાર્યું છે કે એઆઈના વધતા ઉપયોગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કમ્યુનિટી ઓપરેશન્સ ટીમના મોટાભાગના કર્મચારીઓને અસર પહોંચી છે. એઆઈને કારણે માઈક્રોસોફ્ટ, મેટા, ઓરેકલ સહિતની કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે.

 

(6:04 PM IST)