તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 15th May 2026
સિસ્કોમાં AI નો ‘કાળમુખો’ પંજો: ૪,૦૦૦ કર્મચારીઓની સાગમટે છટણી, ટેક જગતમાં ફફડાટ
માણસની જગ્યાએ મશીન?: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અપનાવી સિસ્કોએ હજારોને ઘરભેગા કર્યા:કોર્પોરેટ જગતમાં નોકરીઓ પર જોખમ:ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા કંપનીનો આકરો નિર્ણય, કર્મચારીઓના પરિવારોમાં ચિંતાની લહેર

નવી દિલ્હી: વિશ્વની અગ્રણી નેટવર્કિંગ અને ટેક કંપની ‘સિસ્કો’ (Cisco) માંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ તેના બિઝનેસ મોડલમાં મોટા ફેરફાર કરતા અને AI ટેકનોલોજીને પ્રાધાન્ય આપતા ૪,૦૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે. આ છટણી દ્વારા કંપની લાખો ડોલરની બચત કરવા અને ભવિષ્યની ટેકનોલોજીમાં વધુ રોકાણ કરવા માંગે છે.
આ સાથે જ કંપનીએ પોતાના વાષક આવકના અંદાજમાં પણ વધારો કર્યો છે. એઆઈ ડેટા સેન્ટર અને નેટવકગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને કારણે સિસ્કોને વધુ ઓર્ડર મળી રહ્યા છે. કંપનીને આ નાણાકીય વર્ષ દરમિયાન એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ૧ અબજ ડોલરથી વધુના ઓર્ડર મળ્યા છે.
કંપની પોતાના પરંપરાગત બિઝનેસમાંથી ખર્ચ ઘટાડીને એઆઈ આધારિત પ્રોજેક્ટ્સમાં વધુ રોકાણ કરવા માગે છે.
આ છટણી કંપનીના કુલ વૈશ્વિક કર્મચારીઓના લગભગ ૫ ટકા જેટલી છે. સિસ્કોના સીઈઓ ચક રોબિન્સે જણાવ્યું કે, એઆઈના યુગમાં ટેકનોલોજી કંપનીઓએ મુશ્કેલ નિર્ણયો લેવા પડી રહ્યા છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
