તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ચીનમાં 'AI એન્ગ્ઝાઈટી'નો માહોલ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સુનામીથી ડ્રાઈવરથી લઈને ફિલ્મમેકર સુધીના લોકોમાં નોકરી ગુમાવવાનો ભારે ખોફ
રોબો-ટેક્સી અને AI ટૂલ્સ સામે આવતા જ લાખ્ખો કામદારોની આજીવિકા સંકટમાં: ઝડપથી બદલાતી ટેકનોલોજીથી ચીની યુવાનો અને પ્રોફેસનલ્સમાં ભારે માનસિક તણાવ અને અનિશ્ચિતતા

નવી દિલ્હી:ચીનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના રોકેટ ગતિએ થઈ રહેલા વિકાસે હવે સામાન્ય માનવીથી લઈને ઉચ્ચ પ્રોફેસનલ્સ ઊંઘ હરામ કરી દીધી છે. ચીનમાં હાલ 'AI એન્ગ્ઝાઈટી' એટલે કે એઆઈનો ભય અને ચિંતાનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ઓટોનોમસ ડ્રાઈવિંગ અને રોબો-ટેક્સીઓના કારણે ડ્રાઈવરોની રોજીરોટી છીનવાઈ રહી છે, તો બીજી તરફ AI વીડિયો અને કન્ટેન્ટ જનરેશન ટૂલ્સના કારણે ફિલ્મમેકર્સ, ગ્રાફિક ડિઝાઈનર્સ અને આર્ટિસ્ટો પર પણ બેરોજગાર થવાની તલવાર લટકી રહી છે. માણસોનું કામ ટેકનોલોજી સેકન્ડોમાં મફતના ભાવે કરી રહી હોવાથી ચીનના નોકરીયાત વર્ગમાં ભવિષ્યને લઈને ભારે અસુરક્ષા અને માનસિક તણાવ વ્યાપી ગયો છે. નિષ્ણાતોના મતે, AI ક્રાંતિના આ યુગમાં ચીનમાં રોજગારીનું મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે.
ચીનના વુહાન સિટીમાં એપોલો ગો નામની ડ્રાઈવરલેસ ટેક્સીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. તેના કારણે ટ્રેડિશનલ ટેક્સી ડ્રાઈવરોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડ્રાઈવરોનું કહેવું છે કે, એઆઈથી ચાલતી ટેક્સીઓની રાઈડ સસ્તી હોવાથી મુસાફરો તેમની તરફ વળી રહ્યા છે. થોડા સમય માટે એપોલો ગોની સર્વિસ ટેકનીકલ ખામીને કારણે બંધ થતા ટેક્સી ડ્રાઈવરોની આવક વધી હતી. પરંતુ, તે ફરી શરૂ થતા તેમની ચિંતામાં વધારો થયો છે. એઆઈની અસર હવે ડ્રાઈવિંગ કે ફેક્ટરીના કામ સુધી મર્યાદિત નથી રહી. ફિલ્મમેકર, ગ્રાફિક ડિઝાઈનર, કન્ટેન્ટ ક્રિએટર અને અન્ય ક્રિએટિવ સેક્ટરના લોકો માને છે કે, એઆઈ ટૂલ્સ તેમની ઘણી કામગીરી સ્પીડથી અને ઓછા ખર્ચે કરી શકે છે. કેટલાક બિઝનેસનું માનવું છે કે, કલાયન્ટ પહેલા કરતા ઓછા સમયમાં કામ પૂરું કરવા માંગે છે ત્યારે એઆઈથી સમય અને ખર્ચ બંને બચે છે. દેશમાં મોટી કંપનીઓએ ઓટોમેશન વધાર્યું છે. ચીનની ૪૪ વર્કફોર્સ ગિગ ઈકોનોમી સાથે જોડાયેલી હોવાથી ગિગ વર્કર્સની સાથે સરકારની પણ ચિંતામાં વધારો થયો છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
