News of Monday, 1st June 2026
સ્માર્ટવોચ પછી હવે ચશ્માની દુનિયા પર એપલ (Apple) નો સપાટો: બજારમાં લાવશે હાઈટેક સ્માર્ટ ગ્લાસીસ:દુનિયાની મસમોટી લક્ઝરી બ્રાન્ડ્સમાં ભારે ફફડાટ અને ધબકારા વધ્યા
મોબાઈલ-ઘડિયાળ બાદ હવે આંખો પર લખાશે ટેકનોલોજીનો નવો ઈતિહાસ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ ચશ્મા બદલી નાખશે માનવીની લાઈફસ્ટાઈલ: કરોડોના માર્કેટ પર કબજો કરવા એપલનો માસ્ટર પ્લાન

નવી દિલ્હી: સ્માર્ટફોનની દુનિયામાં ક્રાંતિ લાવનારી અમેરિકાની દિગ્ગજ કંપની એપલ હવે ચશ્માની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખવા માટે એક અત્યંત ગુપ્ત અને મસમોટા પ્રોજેક્ટ પર કડક કામ કરી રહી છે. સ્માર્ટવોચ બાદ કંપની હવે ખૂબ જ હળવા વજનના સ્માર્ટ ગ્લાસીસ (Smart Glasses) લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સમાચાર વહેતા થતાં જ લક્ઝરી આઈવેર (Eyewear) બ્રાન્ડ્સ અને વૈશ્વિક બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. માર્કેટના નિષ્ણાતોનું કડક કહેવું છે કે, એપલની આ એન્ટ્રીથી ટ્રેડિશનલ ચશ્માનું અબજો ડોલરનું માર્કેટ રાતોરાત ધોવાઈ જવાની ભયાનક કટોકટી સર્જાઈ છે.
માર્કેટ રિસર્ચ સંસ્થા ‘મોર્ડર ઇન્ટેલિજન્સ’ના અહેવાલ અનુસાર, વૈશ્વિક ઘડિયાળ બજાર આશરે $132 બિલિયનનું હોવાનો અંદાજ છે. તેની સરખામણીમાં આઈવેર ઉદ્યોગ ઘણો મોટો છે, જેનું વાર્ષિક ટર્નઓવર $180 થી $200 બિલિયન વચ્ચે છે. જોકે, એપલ આ બજારના હાઈ-એન્ડ લક્ઝરી સેગમેન્ટને લક્ષ્ય બનાવી રહ્યું નથી. અગાઉ કંપનીએ $10,000 (અંદાજે ₹8.3 લાખ)ની કિંમતની સોનાની એપલ વોચ લોન્ચ કરીને લક્ઝરી માર્કેટમાં નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેમાં ધાર્યા મુજબની સફળતા મળી નહોતી.
ભૂતકાળની ભૂલમાંથી શીખીને, આ વખતે એપલ સ્માર્ટ ગ્લાસીસ માટે મેઇનસ્ટ્રીમ કન્ઝ્યુમર્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કંપનીને વિશ્વાસ છે કે તેની મજબૂત બ્રાન્ડ વેલ્યુ, આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન અને આઇફોન સાથેનું સરળ કનેક્ટિવિટી જોડાણ ગ્રાહકોને આકર્ષિત કરશે. સામાન્ય ચશ્મા ખરીદવાનું વિચારતા લોકો સ્માર્ટ ફીચર્સના કારણે એપલ ગ્લાસીસ તરફ વળે તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત, આ ચશ્મામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ પણ ઉપલબ્ધ હશે, જે યુઝર્સને તેમની આસપાસની દુનિયા સાથે ડિજિટલ રીતે વાત કરવામાં મદદ કરશે. AIની આ ક્ષમતા એપલના આ આગામી પ્રોડક્ટને વધુ આકર્ષક અને લોકપ્રિય બનાવશે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
