<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

તાંબાના વાસણ કે બોટલમાંથી પાણી પીનારાઓ માટે લાલબત્તી સમાન અત્યંત ચોંકાવનારો ખુલાસો: આયુર્વેદના નામે ઘરમાં થતી આ ૩ મોટી ભૂલો શરીરને કરી નાખશે અંદરથી ખોખલું: લીવર-કિડની ફેઈલ થવાનું પ્રચંડ જોખમ

તાંબાની બોટલમાં લીંબુ પાણી કે છાશ પીવાનું સાહસ કરનારાઓ ચેતી જજો:થઈ શકે છે ગંભીર ફૂડ પોઇઝનિંગ: અધૂરા જ્ઞાનના કારણે ફાયદાને બદલે મોટું નુકસાન વહોરતી જનતા

નવી દિલ્હી: આજકાલ સોશિયલ મીડિયા પર હેલ્થ ટિપ્સ જોઈને તાંબાના વાસણોનો આડેધડ ઉપયોગ કરનારા નાગરિકો માટે મેડિકલ સાયન્સ અને આયુર્વેદના નિષ્ણાતોએ ભેગા મળીને એક અત્યંત ગંભીર ચેતવણી જાહેર કરતા સમગ્ર હેલ્થ આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતા બિલકુલ પાકા વૈજ્ઞાનિક અહેવાલો મુજબ, તાંબાના વાસણમાં રાખેલું પાણી શરીરની ઈમ્યુનિટી વધારે છે તે વાત સાચી, પરંતુ જો તેમાં ૮ થી ૧૦ કલાકથી વધુ સમય પાણી રાખવામાં આવે તો તે 'કોપર ટોક્સિસિટી' (તાંબાનું ઝેર) પેદા કરે છે, જેનાથી ઉલ્ટી, ઝાડા અને પેટમાં અસહ્ય દુખાવો થઈ શકે છે. સૌથી ખતરનાક ભૂલ એ બહાર આવી છે કે ઘણા લોકો તાંબાની બોટલમાં જ લીંબુ શરબત, ડિટોક્સ વોટર કે છાશ ભરીને ઓફિસે લઈ જાય છે. એસિડિક પદાર્થો તાંબા સાથે પ્રતિક્રિયા આપીને તરત જ ઝેરી રસાયણો બનાવે છે. ડૉક્ટરોએ સાફ આદેશ આપ્યો છે કે તાંબાની બોટલને રોજ લીંબુ-મીઠાથી સાફ કરો, તેમાં ક્યારેય કોઈ ખાટી વસ્તુ ન નાખો અને દિવસમાં માત્ર એકાદ વાર જ તેનું પાણી પીઓ, નહીંતર હોસ્પિટલના ભેગા થવું પડશે તે નક્કી હોવાનું અકિલના હેલ્થ ડેસ્ક વિશ્લેષણમાં બહાર આવ્યું છે!

 

 

તાંબાની બોટલનો ઉપયોગ કરતી વખતે થતી 3 મુખ્ય ભૂલો

1. ગરમ કે ઉકળતા પાણીનો ઉપયોગ

ઘણા લોકો તાંબાની બોટલમાં ગરમ કે ઉકળતું પાણી ભરે છે. આમ કરવાથી પાણીમાં તાંબાનું રિસાવા (ઓગળવાનું) પ્રમાણ વધી જાય છે, જેનાથી સમય જતાં શરીરમાં તાંબાની માત્રા જરૂરિયાત કરતાં વધુ થઈ શકે છે.

2. સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિની અવગણના

જ્યારે આપણું શરીર વધારાના કોપરને પચાવી કે બહાર કાઢી નથી શકતું, ત્યારે તે લિવર અને કિડની જેવા અંગોમાં જમા થવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. ખાસ કરીને લિવર (યકૃત)ની બીમારી, કિડનીની સમસ્યા અથવા પાચનતંત્રના ગંભીર રોગોથી પીડાતા લોકો માટે તાંબાના વાસણનું પાણી ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે.

3. સવારે ખાલી પેટે જ કોપરનું પાણી પીવું

મોટાભાગના લોકો રાત્રે તાંબાની બોટલમાં પાણી ભરી રાખે છે અને સવારે ઉઠીને સૌથી પહેલાં આ પાણી પીવે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ, કેટલાક લોકોમાં આના કારણે પેટને લગતી સમસ્યાઓ વધી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તાંબાના વાસણનું પાણી પીવું એ બધી બીમારીઓનો કોઈ રામબાણ કે જાદુઈ ઈલાજ નથી. કોઈપણ હેલ્ધી વસ્તુની જેમ આ પાણીનો લાભ પણ ત્યારે જ મળે છે જ્યારે તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે. દરેક વ્યક્તિના શરીરની સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી જે વસ્તુ એક વ્યક્તિ માટે ગુણકારી હોય તે કદાચ બીજી વ્યક્તિને માફક ન પણ આવે. ટૂંકમાં કહીએ તો, આ પાણી ગમે તેટલું સારું હોવા છતાં તેનો આખો દિવસ અતિરેક ન કરવો જોઈએ અને પોતાની શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

(5:34 PM IST)