<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ટેક વર્લ્ડમાં ગૂગલ કંપનીનો કાન ફાડી નાખતો ભયાનક ધડાકોઃ ગૂગલ પિક્સની એન્ટ્રીથી ડિઝાઈનરોની રોજીરોટી પર સટાકથી મંડાયો કાળમુખો પંજા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં ગૂગલનો રાક્ષસી ધડાકો: માત્ર એક નાનકડો AI પ્રોમ્પ્ટ લખતાં જ આંખના પલકારામાં હાઈટેક ડિઝાઈન તૈયારઃ ગૂગલ પિક્સના સપાટાથી ગ્રાફિક ડિઝાઈનરો અને આઈટી ક્ષેત્રમાં ભયાનક સનસનાટી અને સન્નાટો

નવી દિલ્હીઃ ડિજિટલ દુનિયા અને ગ્રાફિક ડિઝાઈનિંગની સલ્તનતમાં હોશ ઉડાડી દેતો અને કાળજું ધ્રૂજાવી દેતો અતિ-સનસનાટીભર્યો અને માઈન્ડ-બ્લોઈંગ ધડાકો સામે આવ્યો છે! ટેકનોલોજીની મહાકાય કંપની ગૂગલે પોતાના નવા અને પાવરફુલ AI ટૂલ 'ગૂગલ પિક્સ' (Google Pix) ની ધમાકેદાર એન્ટ્રી કરાવતાં જ ટેકનોલોજીની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. હવે કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસીને ડિઝાઈનિંગ કરવાની કોઈ જરૂર નથી રહે, માત્ર એક જ લાઈનનો AI પ્રોમ્પ્ટ આપતાં જ ગૂગલ પિક્સ ક્ષણવારમાં સટાકથી મનપસંદ અને ક્રાંતિકારી ડિઝાઈન તૈયાર કરી આપશે!
ગૂગલ પિક્સની સૌથી મોટી ખાસિયત છે કે, તેમાં યુઝરે દરેક ડિઝાઈન પહેલાથી બનાવવાની જરૂર નથી. યુઝર લખી શકે છે કે, તેને કેવું વિઝુઅલ જોઈએ છે અને એઆઈ તેના આધારે ઈમેજ તૈયાર કરે છે. કોઈ બિઝનેસ માટે સોશિયલ મીડિયા પોસ્ટ, પ્રોડ્કટ ગ્રાફિક કે અનાઉન્સમેન્ટ હોય તેનો પ્રોમ્પ્ટ લખી શકાય છે. પિક્સ એક જ પ્રોમ્પ્ટમાં જ અલગ અલગ વેરિએશન આપી શકે છે.
ઈમેજમાં લખેલા ટેક્સ્ટને એડિટ અથવા ટ્રાન્સલેટ પણ કરી શકાય છે. આ ઉપરાંત ઈમેજને વેબ, સોશિયલ મીડિયા, પ્રિન્ટ અથવા ડિજિટલ યુઝ માટે અલગ અલગ ફોર્મેટમાં ક્રોપ કરી શકાય છે. ગૂગલે ૨કે અને ૪કે સુધી ઈમેજ અપસ્કેલ કરવાની સુવિધા પણ આપી છે. તે વર્કપ્લેસના મોટાભાગના બિઝનેસ કસ્ટમર્સ તેમજ ગૂગલ એઆઈ પ્રો અને અલ્ટ્રાના યુઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે.

 

(5:08 PM IST)