<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

યુરોપની ધરતી પર રશિયન જાસૂસોનો કાળજું કંપાવનારો ભયાનક ધડાકોઃ જર્મનીમાં ૨-૨ મહાકાય વીજમથકો બોમ્બથી ઉડાવી દેવાનું રાક્ષસી ષડયંત્ર

પુતિન સેનાએ જર્મની સામે સટાકથી ખુલમખુલ્લા 'હાઈબ્રિડ વોર' શરૂ કર્યાની આશંકા: સમગ્ર દેશને અંધારપટમાં ધકેલી ઈકોનોમીની પથારી ફેરવવાનો કાળમુખો પ્લાનઃ બર્લિનથી લઈને નાટો હેડક્વાર્ટર સુધી ધ્રૂજારી: આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભયાનક સનસનાટી અને અરેરાટી

નવી દિલ્હી: યુરોપિયન યુનિયન અને 'નાટો' (NATO) દેશોના હોશ ઉડાડી દેતો અને સમગ્ર વિશ્વનું લોહી થીજાવી દેતો અતિ-સનસનાટીભર્યો ગ્લોબલ વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! યુરોપના આર્થિક એન્જિન ગણાતા જર્મની દેશના બે-બે અતિ સંવેદનશીલ અને મહાકાય વીજમથકો (Power Plants) ને ડ્રોન અથવા બોમ્બ ધમાકાથી ઉડાવી દેવાનો કાળમુખો અને રાક્ષસી પ્રયાસ થયો છે. આ ભયાવહ ઘટના પાછળ રશિયન આકાઓનો હાથ હોવાના અને પુતિને યુરોપ વિરુદ્ધ ગુપ્ત 'હાઈબ્રિડ વોર' (Hybrid Warfare) શરૂ કરી દીધું હોવાના સણસણતા અહેવાલોથી વૈશ્વિક સલ્તનતમાં ખળભળાટ મચી ગયો છે!
તપાસકર્તાઓને શક છે કે વીજમથકને નિશાન બનાવીને આખા પ્રાંતમાં વીજળી ગુલ કરવામાં આવનારી હતી. તેથી આ મામલાની ગંભીરતા વધી ગઈ છે. વીજળી ગ્રિડ ઓપરેટર ૫૦ હર્ટ્ઝે જણાવ્યું હતું કે હુમલાખોરોએ કેટલીય ટ્રાન્સમિશન લાઇનોને નુકસાન પહોંચાડયું હતું. તેના લીધે કેટલાય સમય માટે વીજ પુરવઠામાં અવરોધ જોવા મળ્યો હતો. જર્મનીએ આમ પાવર ગ્રિડમાં ભાંગફોડના બે પ્રયત્ન થયાનું સ્વીકાર્યુ છે.એક બર્લિન નજીક બ્રાન્ડનબર્ગ સ્ટેટમાં થયો, બીજો કોલોનના પશ્ચિમે બર્ઘેઇમમાં થયો. જો કે રાહતની વાત એ હતી કે બધી લાઇન ફરીથી ચાલુ કરી દેવાઈ અને સામાન્ય લોકોને પૂરા પાડવામાં આવતા વીજ પુરવઠા પર કોઈ ખાસ અસર ન પડી. જર્મન અધિકારીઓ હવે તે શોધવામાં લાગેલા છે કે આ હુમલા પાછળ કોણ હતુ અને શું તેનો હેતુ જર્મનીના વીજ વિતરણ નેટવર્કને મોટાપાયા પર ઠપ કરવાનો હતો. જર્મન મીડિયાના રિપોર્ટ મુજબ સરકાર મંગળવારે આ હુમલાના પ્રયત્ન માટે રશિયાની જાસૂસી સંસ્થાને જવાબદાર ઠેરવી શકે છે. જર્મનીના વિદેશમંત્રી યોહાન વાડેફુલ અને ગૃહપ્રધાન એલેકઝાન્ડર ડોબ્રિટ મંગળવારે બપોરે તપાસના પરિણામો અને સરકારની આગામી કાર્યવાહીને લઈને નિવેદન આપી શકે છે. જો આમ થશે તો તેને રશિયાની હાઇબ્રીડ વોર માનવામાં આવશે. આ મામલાની ગંભીરતા એના પરથી જ લગાવી શકાય છે કે વિદેશ પ્રધાન વાડેફુલે અલ્જીરિયાનો પોતાનો રાજકીય પ્રવાસ વચ્ચે જ રોકી દેવો પડયો અને તે તાત્કાલિક બર્લિન પરત ફર્યા. વાડેફુલે મંગળવારે સવારે જણાવ્યું હતું કે જર્મની આ મામલે ઉતાવળે કોઈ પગલાં નહીં ઉઠાવે, પરંતુ જો તેના પર હુમલો કરવામાં આવ્યો તો તે જવાબ જરૂર ઉઠાવશે.

 

(5:09 PM IST)