<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

તિબેટની કાળમુખી ધરતી પર ૫.૦ ની તીવ્રતાના ભૂકંપનો ભયાનક ધડાકોઃ બરફીલા હિમશિખરો તૂટી પડવાની ચીનની વિસ્ફોટક ચેતવણી

હિમાલયની ગોદમાં કુદરતનો રાક્ષસી રોષ છતો થયો: ધરતીના પેટાળમાં ભયંકર કંપન થતાં જ તિબેટની ધરા ધ્રૂજી ઊઠીઃ બરફની મહાકાય શીલાઓ અને હિમપ્રપાતનો કાળમુખો ખતરો તોળાતાં બેજિંગમાં ભારે સનસનાટી અને અરેરાટી

નવી દિલ્હી: દુનિયાની છત ગણાતા તિબેટના બરફીલા પહાડો વચ્ચે સમગ્ર એશિયાના હોશ ઉડાડી દેતો અને કાળજું કંપાવી દેતો અતિ-સનસનાટીભર્યો કુદરતી ધડાકો સામે આવ્યો છે! તિબેટના ક્ષેત્રમાં રિએક્ટર સ્કેલ પર ૫.૦ ની તીવ્રતાનો ભયાનક ભૂકંપનો આંચકો આવતાં જ આખી ધરા સટાકથી ધ્રૂજી ઊઠી છે. ભૂકંપના આ ભયંકર આંચકાના કારણે હિમાલયના વિશાળ હિમશિખરો અને બરફની પહાડીઓ ધરાશાયી થવાની કાળમુખી ચેતવણી ચીનના હવામાન અને આફત વ્યવસ્થાપન વિભાગે સટાકથી જારી કરી દીધી છે
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સ મુજબ નેપાળ છેલ્લા એક સપ્તાહથી ભૂકંપ અને વિનાશક પૂરની અસર સામે ઝઝૂમી રહ્યું છે. આવા સમયે તિબેટમાં ગુરુવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિ.મી. નીચે હતું. જોકે, આ ભૂકંપ બાદ કોઈ પ્રકારનના નુકસાનની વિગતો સામે આવી નથી. જોકે, ચીને ફરી એક વખત તિબેટની પઠાર વધુ અસ્થિર બની હોવાની અને વધુ હિમશિખરો તૂટવાની ચેતવણી આપી છે. ચીનના નેશનલ ક્લાઈમેટ સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર ગાઓ રોન્ગે કહ્યું કે, છેલ્લા ૬૦ વર્ષ કરતાં વધુ સમયથી તિબેટીયન પઠાર પર હિમશિખરો લગભગ ૨૪ ટકા જેટલા ઘટી ગયા છે. આ વિસ્તારમાં અંદાજે ૭,૦૦૦ નાના હિમશિખરો અદૃશ્ય થઈ ગયા છે. તિબેટીયન પઠારમાં હિમશિખરોની માળખાકીય સ્થિરતા જોખમી બની છે, જેથી હિમશિખરો તૂટવાની અને તેના કારણે વારંવાર હોનારતો થવાની સંભાવના વધી છે. દરમિયાન નેપાળમાં વિનાશક પૂરની હોનારતને એક સપ્તાહ કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ અનેક ઘરોમાં આપ્તજનોને ગુમાવ્યાની પીડા હજુ ઓછી થઈ નથી. હજારો પરિવારો હજુ પણ લાપતા લોકોને શોધી રહ્યા છે, પરંતુ દિવસ પસાર થતા તેમના મળવાની આશા તેઓ ગુમાવી રહ્યા છે. નેપાળના નુવાકોટમાં સેંકડો પરિવારોએ તેમના લાપતા પરિવારજનોના પ્રતિકાત્મક દાહસંસ્કાર કરવાનું શરૂ કર્યું છે. નદી કિનાર ઘાસના પૂળા મૂકી તેના પર આપ્તજનોની તસવીરો-પ્રતીકો મૂકી દાહસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. પરિવારજનો ભારે હૃદયે આપ્તજનોના આત્માની શાંતિ માટે તેમની અંતિમ વિધિ કરી રહ્યા છે. નેપાળમાં હજુ અનેક મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

 

 

(5:08 PM IST)