તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અમેરિકાથી વસતા ભારતીયો માટે ભયાનક ધડાકોઃ ટ્રમ્પ સરકારે ફેંક્યો નવો નિયમનો બોમ્બ: બાળકનો પાસપોર્ટ બનાવવા માતા-પિતાએ આપવો પડશે નાગરિકતાનો પુરાવો
બર્થરાઇટ સિટિઝનશિપ પર કાયદાનો રાક્ષસી સકંજો: અમેરિકામાં જન્મેલા બાળકોને સટાકથી નાગરિકતા મળવાના દિવસો પૂરા:ટ્રમ્પના નવા પ્રસ્તાવથી એનઆરઆઈ (NRI) અને ભારતીય સમુદાયમાં ભયાનક ફફડાટ અને સન્નાટો

નવી દિલ્હી: અમેરિકામાં સ્થાયી થયેલા લાખો ભારતીયો અને એનઆરઆઈ સમુદાયના હોશ ઉડી જાય તેવા એક કાળજું ધ્રૂજાવી દેતા સનસનાટીભર્યા સમાચારનો ધડાકો સામે આવ્યો છે! ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે અમેરિકામાં જન્મતાં બાળકો માટે પાસપોર્ટ બનાવવાના નિયમોમાં અત્યંત કડક અને ભયાનક ફેરફાર કરવાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવેથી અમેરિકી બાળકનો પાસપોર્ટ મેળવવા માટે તેના માતા-પિતાએ પોતે યુએસ (US) નાગરિક કે કાયદેસરના નિવાસી હોવાનો સચોટ પુરાવો રજૂ કરવો ફરજિયાત બનશે! અત્યાર સુધી જન્મના આધારે મળતી સીધી નાગરિકતા (Birthright Citizenship) પર ટ્રમ્પ સરકારે સીધો ઘા ઝીંકવાની તૈયારી કરી લેતાં, ગેરકાયદે અથવા વિઝિટર વિઝા પર રહેતા વિદેશીઓમાં ભારે અરેરાટી અને કંપારી વ્યાપી ગઈ છે. આ નવા કડક પ્રસ્તાવથી અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવારના ભાવિ પર તંગ તલવાર લટકી ગઈ છે!
હાલના નિયમો અનુસાર, અમેરિકામાં જન્મેલા બાળકના પાસપોર્ટ બનાવતી વખતે માતા-પિતાએ પોતાના બાળક સાથેના તેમના સંબંધનો પુરાવો અને તેમની પોતાની ઓળખનો પુરાવો આપવો આવશ્યક છે. જો માતા-પિતા પોતે યુ.એસ. નાગરિક હોય તો તેમણે તેના માટે અલગ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નથી. જો નવો પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો આ સિસ્ટમ બદલાઈ શકે છે.
નવા પ્રસ્તાવ હેઠળ, માતા-પિતા અથવા કાનૂની વાલીઓએ બાળકના પાસપોર્ટ માટે અરજી કરતી વખતે તેમની નાગરિકતા અથવા યુએસ રહેઠાણની સ્થિતિનો પુરાવો આપવો પડશે. યુએસ નાગરિક માતા-પિતા પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો રજૂ કરી શકે છે, જ્યારે અન્ય લોકોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની કાનૂની સ્થિતિનો પુરાવો આપવો પડી શકે છે.
આ પુરાવાના આધારે સરકાર તપાસ કરશે કે બાળકો અમેરિકન નાગરિકતા માટે યોગ્ય છે કે નહીં. આ નિયમ ટ્રમ્પના 6 ઑગસ્ટના આદેશને લાગુ કરવાની તૈયાર માટે લેવામાં આવી રહ્યો છે.
હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા બાળકો માટે નાગરિકતા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકન સરકાર ખાસ કરીને યુએસમાં જન્મ આપવા માટે મહિલાઓની મુસાફરી કરવાની પ્રથાને રોકવાનો હેતુ ધરાવે છે. આ ઘટનાને સામાન્ય રીતે બર્થ ટુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
