News of Saturday, 12th September 2026
આકાશની ઊંચાઈએ મહાકાળમુખો સનસનાટીભર્યો ધડાકોઃ દુનિયાની સૌથી ભયાનક અને ખતરનાક જોબ:જાણો બુર્જ ખલીફાના કાચ ચમકાવવા જીવ હથેળી પર મૂકી સટાકથી કેવી રીતે થાય છે સફાઈ
પૃથ્વીથી ૮૨૮ મીટર ઊંચે પવનના કાળમુખા સુસવાટા વચ્ચે લટકતા જાનબાજ સફાઈકર્મીઓ: અરેરાટી બોલાવી દેતી ૨૪,૦૦૦ બારીઓના કાચ સાફ કરવા ૩૬ કાળમુખા સુપર-મશીનો અને દોરડાંનો રાક્ષસી ખેલ:સહેજ પણ ભૂલ થઈ તો સીધા કાળના મુખમાં: કાળજું કંપાવી દેતા આ જોખમી કામથી સમગ્ર વિશ્વના લોકોમાં ભયાનક ધ્રૂજારી અને સોપો

નવી દિલ્હી: દુબઈમાં આકાશ સાથે વાતો કરતી દુનિયાની સૌથી ઊંચી ઈમારત 'બુર્જ ખલીફા'માંથી માનવજાતના હોશ ઉડાડી દેતો અને રૂવાંડા ઊભા કરી દેતો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને વિસ્ફોટક કાળમુખો ખુલાસો સામે આવ્યો છે! દુનિયાની સૌથી ખતરનાક અને ભયાનક ગણાતી જોબમાં બુર્જ ખલીફાની કાળમુખી ઊંચાઈ પર લટકીને તેની બારીઓ સાફ કરવાનો સમાવેશ થાય છે
દુબઈની શાન ગણાતી અને વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની ઊંચાઈ જમીનથી 828 મીટર છે. આ ભવ્ય ઇમારતની ચમક જાળવી રાખવા પાછળ એવા સાહસી કર્મચારીઓની મહેનત જોડાયેલી છે, જેઓ દરરોજ મોતને હાથતાળી આપીને હવામાં લટકીને કામ કરે છે. નીચે દુબઈના રસ્તાઓ રમકડાં જેવા દેખાતા હોય અને પગ નીચે જમીન નહીં પરંતુ સેંકડો મીટર માત્ર ખુલ્લી હવા હોય, તેવી સ્થિતિમાં કાચ સાફ કરવાનું કામ કોઈ પ્રોફેશનલ માઉન્ટેનિયરિંગ મિશનથી ઓછું નથી.આ કામમાં જોડાયેલા મોટાભાગના કર્મચારીઓ ભારત, નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દક્ષિણ એશિયાઈ દેશોમાંથી આવે છે. તેમને ઊંચાઈ પર કામ કરવા, રોપથી ઉતરવા અને ઇમરજન્સી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખાસ સખત ટ્રેનિંગ આપવામાં આવે છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
