<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

અમેરિકાથી મહાકાળમુખો સનસનાટીભર્યો ધડાકોઃ ટ્રમ્પનો વિદેશી કર્મચારીઓ પર રાક્ષસી કોરડો: નોકરી છૂટી તો ઘર વેચવાનો કે બાળકોની સ્કૂલ બદલવાનો પણ સમય નહીં મળે: દેશ છોડવો પડશે

H-1B વિઝાધારકો અને ભારતીયોના શ્વાસ અધ્ધર કરી દેતો ડોનાલ્ડ ટ્રમ્પનો નવો કાળમુખો પ્રસ્તાવ:ગ્રેસ પીરિયડ સટાકથી નાબૂદ કરીને વિદેશીઓને તુરંત જ દેશનિકાલ કરવાની પિશાચી યોજના: લાખો નોકરીયાતો અને તેમના પરિવારોમાં ભયાનક આક્રોશ

નવી દિલ્હી:અમેરિકી રાજકારણ અને વિદેશી નોકરીયાતોના ઇતિહાસમાં હોશ ઉડાડી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને વિસ્ફોટક કાળમુખો આંતરરાષ્ટ્રીય ધડાકો સામે આવ્યો છે! અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી આઈટી નિષ્ણાતો અને કર્મચારીઓ પર કાળો નાગ ફેરવતો નવો કાળમુખો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો નોકરી છૂટી જશે તો ઘર વેચવાનો કે માસુમ બાળકોની સ્કૂલ બદલવાનો પણ સમય આપ્યા વગર સટાકથી દેશ છોડી દેવો પડશે.

H-1B વિઝા અમેરિકાની ટેક્નોલોજી અને અન્ય સ્પેશિયાલિટી ક્ષેત્રોમાં વિદેશી કુશળ કર્મચારીઓ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ભારત અને ચીનના પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં આ વિઝા દ્વારા અમેરિકામાં કામ કરે છે. TCS, Infosys, HCLTech અને LTIMindtree જેવી ભારતીય IT કંપનીઓ ઉપરાંત Deloitte, PwC અને EY જેવી કંપનીઓ પણ H-1B વિઝાના મોટા સ્પોન્સર્સમાં સામેલ છે. આથી જો 60 દિવસનો ગ્રેસ પિરિયડ દૂર કરવામાં આવે તો નોકરી ગુમાવનારા ભારતીય IT પ્રોફેશનલ્સ માટે નવી નોકરી શોધવાની પ્રક્રિયા વધુ મુશ્કેલ અને સમયમર્યાદિત બની શકે છે.

60 દિવસનો ગ્રેસ પિરિયડ વર્ષ 2017થી અમલમાં છે. તેનો હેતુ વિદેશી કર્મચારીઓને નોકરી ગુમાવ્યા બાદ નવી નોકરી શોધવા અથવા અમેરિકા છોડવા માટે જરૂરી વ્યવસ્થા કરવાનો સમય આપવાનો છે. આ સમય દરમિયાન કર્મચારી નવી નોકરી શોધવાની સાથે પોતાના પરિવાર, રહેઠાણ અને અન્ય વ્યક્તિગત બાબતોનું પણ આયોજન કરી શકે છે.

આ પ્રસ્તાવ માત્ર H-1B વિઝા સુધી મર્યાદિત નથી. અમલમાં આવે તો E-1, E-2, L-1, O-1 અને TN જેવા કેટલાક અન્ય ટેમ્પરરી વર્ક વિઝા ધારકો પર પણ તેની અસર પડી શકે છે. આ ઉપરાંત સિંગાપોર અને ચિલીના ચોક્કસ કુશળ કર્મચારીઓ માટેના H-1B1 વિઝા તથા ઓસ્ટ્રેલિયાના E-3 વિઝા ધારકો પણ આ પ્રસ્તાવના દાયરામાં આવી શકે છે.

(5:14 PM IST)