તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
મધ્ય પૂર્વમાં ત્રીજા વિશ્વયુદ્ધનો પ્રચંડ અને કાળજું કંપાવનારો વિસ્ફોટક ધડાકોઃ ઈરાનના ખાર્ગ ટાપુ નજીક ઓઈલ ટેન્કર પર અમેરિકાની ૪-૪ મિસાઈલો સટાકથી ત્રાટકી
ઈરાનની આર્થિક કરોડરજ્જુ સમાન ૯૦% ઓઈલ પ્રોસેસિંગ સેન્ટર પર કાળમુખો હુમલો: સમુદ્રની વચ્ચે મિસાઈલ હુમલાથી આકાશમાં ઊછળ્યા આગના રાક્ષસી ગોળાઃ ધડાકાથી આખો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો: વૈશ્વિક ઓઈલ માર્કેટમાં સનસનાટી અને ક્રૂડ ઓઈલના ભાવમાં સટાકથી ભયાનક ભડકો

નવી દિલ્હી: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ના રક્તરંજિત રણમેદાનમાંથી સમગ્ર માનવજાતના હોશ ઉડાડી દેતો અને પરમાણુ યુદ્ધની જ્વાળાઓ ભડકાવતો અતિ-સનસનાટીભર્યો અને મહા-વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! ઈરાનનો આશરે ૯૦ ટકા જેટલો ક્રૂડ ઓઈલનો કારોબાર જ્યાંથી પ્રોસેસ થાય છે તે અતિ-સંવેદનશીલ 'ખાર્ગ ટાપુ' નજીક સમુદ્રમાં તરતા મહાકાય ઓઈલ ટેન્કર પર અમેરિકાએ એક પછી એક ૪-૪ વિધ્વંસક મિસાઈલો સટાકથી દાગી દીધી છે! મિસાઈલ ત્રાટકતાં જ દરિયાની વચ્ચે કાળજું કંપાવી દેતા પ્રચંડ ધડાકાઓ સંભળાયા હતા અને આખું આકાશ આગના રાક્ષસી ગોળાઓથી ભરાઈ ગયું હતું!
આ વખતે અમેરિકા દ્વારા મોટો હુમલો કરાયાની માહિતી સામે આવી રહી છે. ઓઇલથી ભરપૂર ઈરાની ખાર્ગ ટાપુ નજીકથી નીકળેલા ઓઇલ ટેન્કરને નિશાન બનાવતા અમેરિકાએ એક-બે નહીં પણ ચાર-ચાર મિસાઇલો ઝીંકી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈરાનના સ્ટુડન્ટ ન્યૂઝ નેટવર્ક દ્વારા આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી હતી.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
