તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
મગજમાં ગોઠવેલી ચિપની મદદથી બોલી ન શકતા માણસે ગર્લફ્રેન્ડને આઇ લવ યુ કહ્યું
ઈલોન મસ્કની કંપની ન્યુરાલિન્કના પ્રયોગમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને યુવકના વિચારોને અવાજમાં બદલવાનો સફળ પ્રયોગ

ન્યૂયોર્ક તા.૧૯: બોલી ન શકતા એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડને જ્યારે ‘આઇ લવ યુ' કહ્યું ત્યારે સૌ કોઈ આヘર્યચકિત થઈ ગયા હતા. સોશ્યલ મીડિયા પર હાલમાં આ ભાવુક ઘટનાનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. ઈલોન મસ્કની માલિકીની કંપની ન્યુરાલિન્ક દ્વારા આ અદ્ભુત પ્રયોગ કરવામાં આવ્યો છે.
આ યુવક ન્યુરાલિન્કની ક્લિનિકલ ટ્રાયલમાં સ્વૈચ્છિક રીતે જોડાયો હતો. તેના મગજમાં એક ચિપ લગાડવામાં આવી છે જે તેના વિચારોને સમજી લે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી આ ચિપે યુવકના વિચારોને પકડીને એને સિન્થેટિક અવાજમાં ફેરવીને ‘આઇ લવ યુ' બોલાવ્યું હતું. પોતાની બાજુમાં ઊભેલી પાર્ટનર માટે આ શબ્દો સાંભળીને યુવક પોતે પણ ઉત્સાહિત થઈ ગયો હતો. ઈલોન મસ્કે પણ આ વાઇરલ વિડિયોને પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ હ્ પર શેર કર્યો હતો.
આ બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ ટેક્રિક ખાસ કરીને લકવો, અંધાપો કે સાંભળવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. આ ટેક્રિક મગજને સીધું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સાથે જોડે છે અને મગજના ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સને કમાન્ડમાં ફેરવીને મશીન કન્ટ્રોલ કરે છે. અગાઉ પણ ન્યુરાલિન્કના એક દરદીએ પોતાના મગજની મદદથી લેપટોપ પર ગેમ રમી હતી
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
