તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ચીનના કાળમુખા શાસનમાંથી મોતની સફર: માત્ર ૧૧ ફૂટની રબ્બર બોટ લઈ સમુદ્રના ભયાનક મોજાંઓ વચ્ચે કૂદી પડ્યો રાજકીય વિરોધી: ૩૦ કલાકના સંઘર્ષ બાદ દક્ષિણ કોરિયા પહોંચ્યો
૬૮ વર્ષના વૃદ્ધનો લોખંડી મનોબળ: ૫૦ કલાક સુધી ઊંઘ્યા વિના ખુલ્લા દરિયામાં ૩૦૦ કિમી કાપ્યા:બેભાન અવસ્થામાં મળતા કોસ્ટ ગાર્ડે બચાવ્યો:કેનેડામાં રહેતા પરિવારને મળવા મરણિયો પ્રયાસ

નવી દિલ્હી: ચીનની કમ્યુનિસ્ટ સરકારની કડક તાનાશાહી અને માનવ અધિકારોના દમનમાંથી જીવ બચાવવા માટે એક વૃદ્ધ રાજકીય વિરોધીએ જે સાહસ કર્યું છે, તે સાંભળીને આખી દુનિયા દંગ રહી ગઈ છે. પ્રાપ્ત સનસનાટીપૂર્ણ વિગતો મુજબ, ચીનમાં અવાજ ઉઠાવવા બદલ વર્ષો સુધી જેલવાસ ભોગવનાર ૬૮ વર્ષીય ડોંગ ગુઆંગપિંગ (Dong Guangping) નામનો વ્યક્તિ ચીનની ધરતી પરથી કોઈ પણ રીતે નાસી છૂટવા માટે માત્ર ૩.૩ મીટર (૧૧ ફૂટ)ની નાની રબ્બરની બોટ (Inflatable Dinghy) લઈને તોફાની સમુદ્રમાં કૂદી પડ્યો હતો. આ નાની બોટમાં માત્ર ૯.૯ હોર્સપાવરનું સામાન્ય એન્જિન હતું, જે કોઈપણ સમયે દરિયાના પ્રચંડ મોજાં સામે હારી શકે તેમ હતું.
આ ડોંગ ગુઆંગે એક પોલીસ ઓફીસર હતો, તેને તેની નિવૃત્તિબાદની રાજકીય પ્રવૃત્તિઓ માટે અનેક વખત જેલમાં મોકલી દેવાયો હતો. ઉપરાંત દેશ છોડી નાસી જવાના તેના કેટલાયે પ્રયત્નો પકડાઈ જતાં તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો.મૂળ હકીકત તે જાણવા મળી છે કે ડોંગ પોલીસ અધિકારી હતો ત્યારે જ તે ચીનની સામ્યવાદી સરકાર દ્વારા અનેક નિર્દોષોને પણ નાના એવા વિરોધ માટે જેલભેગા કરાતા જોયા હતા.
તે સર્વવિવિદ છે કે ચીનમાં માઓ ત્સે તુંગના સમયથી સરકારની ટીકા કરનારને જેલમાં ધકેલી દેવામાં આવે છે. ડોંગ કદાચ ચીન સરકારની આ જોહુક્મીથી ત્રાસી ગયો હશે. તેથી તેણે ચીન છોડવા પ્રયત્નો કર્યા હશે.તેના આ છેલ્લા પ્રયત્ન પહેલા તેણે દેશ છોડી નાસી જવા કરેલા પ્રયત્નોને લીધે તેને વારંવાર જેલ જાત્રા વેઠવી પડી હતી. તેથી આ વખતે તેણે રબ્બરની નાની હોડીમાં બેસી દક્ષિણ કોરિયા પહોંચી જવા નિર્ણય કર્યો અને ૩૦ કલાકની સમુદ્ર સફર કરી દક્ષિણ કોરિયા પહોંચ્યો છે.
ચીનની શી જિનપિંગની સામ્યવાદી સરકાર અંગે કહેવાય છે કે ત્યાં કોઈ પણ પ્રકારનો રાજકીય વિરોધ ચલાવી લેવામાં આવતો નથી. તેથી રોજે રોજ કેટલીયે અરજીઓ આશ્રય મેળવવા માટે દક્ષિણ કોરિયામાં આવે છે. પરંતુ દક્ષિણ કોરિયા તે રિજેક્ટ કરે છે. આથી ડોંગ ગુઆંગ પિંગે અરજી કર્યા સિવાય જ તોફાની સમુદ્રમાં ડીંજી લઇ ઝંપલાવી દીધું અને દક્ષિણ કોરિયા પહોંચી ગયો.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
